શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
દૂધ આપવા જતી એક સગીરા પર રોમિયોએ બે બે વખત પીછો કરી છેડતી કરતા છેડતીની ફરિયાદ નોંધાઈ:
અંકલેશ્વરમાં એક્ટિવા પર કાકાના ઘરે દૂધ આપવા જતી સગીરાની પાછળ બાઇક લઈ બે વખત રોડ રોમિયોએ છેડતી કર્યાની પોલીસ ફરિયાદ નોંધવાઈ છે.
અંકલેશ્વરની એક સગીરા એક્ટિવા પર કાકાના ત્યાં દૂધ આપવા જતી હતી. ત્યારે બાઇક લઈ વિશાલ સેગા વસાવાએ તેનો પીછો કર્યો હતો. સગીરાને માર્ગમાં આંતરી આરોપીએ મારી સાથે બોલવું છે, તેમ કહી કમરના ભાગે ડ્રેસ ખેંચી છેડતી કરી હતી. નજીક રહેલા એક વ્યક્તિએ ઠપકો આપતા આરોપી ભાગી ગયો હતો. આ ઘટના બાદ ફરી સગીરાના કાકાના ઘર નજીક પહોંચે તે પહેલાં તેને આંતરી વિશાલે છેડતી કરી હતી. પરંતુ સગીરાએ બુમરાણ મચાવતા આરોપી ત્યાંથી ભાગી જવાં સફળ નીવડ્યો હતો. સમગ્ર બનાવ અંગે હાલ અંકલેશ્વર પોલીસ મથકે ફરિયાદ નોંધવવામાં આવી છે.