Site icon Gramin Today

સુબીર તાલુકાના TDO લાંચ લેતાં ACB એ રંગેહાથ ઝડપી પાડ્યા:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

સુબીર તાલુકાના TDO લાંચ લેતાં ACB એ રંગેહાથ ઝડપી પાડ્યા:

સમગ્ર ડાંગ જીલ્લામાં  ટકાવારી લેતાં લાંચીયા અઘિકારીઓમા ભયનો માહોલ : 

પ્રદિપ ગાંગુર્ડે, ડાંગ: ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકા વિકાસ અધિકારી મહેન્દ્રકુમાર હાથીવાલા પર ભ્રષ્ટાચારને લઈને ભૂતકાળમાં પણ અનેક આક્ષેપો થયા હતા. ત્યારે આ ભ્રષ્ટ TDO ACBની ટ્રેપમાં ૬૦૦૦ની લાંચ લેતા નીવૃતીના આરે આવી ઝડપાયો છે.

ડાંગ જિલ્લાનો એક જાગૃત નાગરિક ૧૫માં નાણાપંચ વર્ષ ૨૦૨૩-૨૪ અંતર્ગત સુબીર TDO તરફથી મંજુર થયેલ પેવર બ્લોક બેસાડવાની કામગીરી કરેલ હોય જે કરેલ કામગીરીના બનાવેલ MB બુક તથા બીલમાં સુબીર TDOની સહી લેવાની હોય ત્યારે આ સુબીર TDO તરીકે ફરજ બજાવતા મહેન્દ્રકુમાર હાથીવાલાએ MB બુક તથા બીલમાં સહી કરી આપવાના અવેજ પેટે ફરીયાદી પાસે રૂપિયા ૬ હજારની લાંચની માંગણી કરી હતી.

લાંચના નાણા જાગૃત નાગરિક આપવા માંગતા ન હોય અને ભ્રષ્ટાચાર કે લાંચ રૂશ્વતને પ્રોત્સાહન આપવા માંગતો ન હોય જેથી જાગૃત નાગરિકે ACBનો સંપર્ક કર્યો હતો. અને સમગ્ર હકીકત અંગેની જાણ કરી હતી. ત્યારે ફરિયાદના આધારે ACB પોલીસ સ્ટાફના માણસોએ લાંચના છટકાનું આયોજન કર્યું હતુ. જે લાંચના છટકા દરમ્યાન સુબીર TDO જાગૃત નાગરિક સાથે હેતુલક્ષી વાતચીત કરી તેની પાસેથી રૂપિયા ૬૦૦૦ ની લાંચ સ્વીકારતા રંગેહાથ પકડાઈ ગયો હતો.

હાલ વલસાડ અને ACB પો.સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર જે.આર.ગામીત તથા ટીમે આરોપીની અટકાયત કરી આગળ ની  કાર્યવાહી હાથ ધરી છે.

સુબિર  તાલુકા ના TDO વય નિવૃત્તિ ના આરે  લાંચ લેતા ઝડપાઈ જતા જિલ્લા પંચાયત વર્તુળ સહીત તાલુકા પંચાયત વર્તુળોમાં દોડધામ મચી જવા પામી હતી.

Exit mobile version