Site icon Gramin Today

કાકરાપાર અણુ મથક દ્વારા ટીબીના દર્દીઓને વિનામૂલ્ય પોષણ કીટનું વિતરણ કરાયું :

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, માંડવી ઈશ્વરભાઇ સોલંકી

માંડવી તાલુકા હેલ્થ વિભાગ ઓફિસ ખાતે કાકરાપાર અણુ મથક દ્વારા ટીબીના દર્દીઓને વિનામૂલ્ય પોષણ કીટનું વિતરણ કરાયું.

 સુરત જીલ્લાના માંડવી તાલુકા હેલ્થ વિભાગ ઓફિસ ખાતે ટીબીના દર્દીઓને વિનામૂલ્યે પોષણ કીટ વિતરણ કરવામાં આવી.

તારીખ 20. 10. 2022 ના રોજ સુરત જિલ્લાના માંડવી તાલુકા હેલ્થ ઓફિસ ખાતે કાકરાપાર અણુ વિદ્યુત મથક દ્વારા સી એસ આર યોજના અનુદાન હેઠળ પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ટીબીના દર્દીઓને લાભાર્થે વિનામૂલ્યે પોષણ કીટ નો પ્રબંધ કરવામાં આવ્યો હતો.

માંડવી તાલુકાના હેલ્થ ઓફિસર ડોક્ટર નરેન્દ્ર ભાઈ ચૌધરી ના બહુમલ્ય પ્રયાસો અને જન સેવાની અભિલાષાને કારણે કાકરાપારના અણુ વિદ્યુત મથક ની સી એસ આર (csr) યોજના/ ફંડ  અનુસંધાન હેઠળ તેમના ચેરમેન શ્રી નીતિન કેવટઅને એ પી આર ઓ, તથા હિતેશ ગામીત દ્વારા આ સેવાનો પગલું હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા કક્ષાના જિલ્લાક્ષય  અધિકરી ડો. દિનેશભાઈ વસાવા એ પણ અગ્રીમતા દાખવી હજાર રહ્યા હતા.

Exit mobile version