Site icon Gramin Today

ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ 50 હજાર લાંચ લેતા ACBનાં હાથે ઝડપાયો:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ 50 હજારની  લાંચ લેતા ACBનાં હાથે રંગેહાથ ઝડપાયો;

ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હેડ કોન્સ્ટેબલ પ્રફુલ સાકરભાઈ પટેલ 50,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ ગયો હતો. પ્રોહિબીશન કેસમાં નામ નહિં ખોલવા લાંચ માંગી હતી. ACBએ છટકુ ગોઠવી દીધું હતું અને ઝડપી લીધો હતો. ACBએ હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપી લેતા પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામ્યો છે.

ACB સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ગતરોજ સુરત જિલ્લાના  ઉમરપાડા પોલીસ સ્ટેશને થી વધુ એક લાંચિયા પોલીસ હેડ કોન્સ્ટેબલને ઝડપી લેવામાં આવ્યો હતો. એક જાગૃત નાગરિક દ્વારા એસીબીને ફરિયાદ કરવામાં આવી હતી કે ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ પ્રોહીબિશેન ગુનામાં ફરિયાદીનું નામ નહિં ખોલવા માટે હેડ કોન્સ્ટેબલ પ્રફુલ સાકરભાઈ પટેલએ 50,000ની લાંચ માગી હતી. જેને લઇને ફરિયાદી લાંચ આપવા ન માંગતો હતો. જેથી તેઓએ એસીબી ની સંપર્ક કર્યો હતો. જેને લઇને એસીબીએ છટકુ ગોઠવી દીધું હતું અને ઉમરપાડા પોલીસ સ્ટેશનના મુખ્ય ગેટ પાસે જ 50,000 લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો હતો. તેઓને ડીટેઈન કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે સુરત જિલ્લામાં ACBએ પોલીસ હેડ કોન્સ્ટેબલને લાંચ લેતા રંગેહાથ ઝડપી લેતા સુરત જિલ્લા પોલીસ બેડામાં હડકંપ મચી ગઇ હતી.

પત્રકાર: સર્જનકુમાર વસાવા,

Exit mobile version