Site icon Gramin Today

આચારસંહિતાના ભંગને લગતી ફરિયાદ માટે રાઉન્ડ-ધી-ક્લોક કંટ્રોલરૂમ કાર્યરત કરાયો: 

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

:વિધાનસભા સામાન્‍ય ચુંટણી-૨૦૨૨-તાપી: 

તાપી જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા આચારસંહિતાના ભંગને લગતી ફરિયાદ માટે રાઉન્ડ-ધી-ક્લોક કંટ્રોલરૂમ કાર્યરત કરાયો: 

આ ટ્રોલ ફ્રી નંબર 1800-233-1005 ઉપર કોઈપણ વ્યક્તિ ફરીયાદ નોંધાવી શકશે : 

વ્યારા-તાપી : ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હી દ્વારા આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ ના કાર્યક્રમની વિધિવત જાહેરાત કરવામાં આવેલ છે. મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરી, ગુજરાત રાજય ગાંધીનગર દ્વારા જણાવ્યા મુજબ વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ દરમ્યાન આદર્શ આચાર સંહીતાનો અમલ થાય અને ચૂંટણી દરમ્યાન આચાર સંહિતાને લગત ફરિયાદોના નિકાલ માટે 24 કલાક ત્રણ શિફ્ટમાં જિલ્લા કોન્ટેક્ટ સેન્ટરનો કન્ટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવેલ છે.

જે અન્વયે જિલ્લા કક્ષાએ હેલ્પલાઇન અને ફરિયાદોના નિરાકરણ માટે શ્રી તુર્પ્તિબેન પટેલ નિમણુંક નોડલ અધિકારીશ્રી તરીકે કરવામાં આવેલ છે.

           તાપી જિલ્લા સેવાસદન ખાતે જિલ્લા કંટ્રોલ રૂમ ખાતે હેલ્પલાઇન અને ફરિયાદોનું નિરાકરણ માટેના કોલ સેન્ટર 24×7 કાર્યરત રહેશે. આ સેન્ટર ઉપર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુશ્રી ભાર્ગવી દવેના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા મતદાર યાદી તેમજ ચૂંટણી કાર્ડની ફરિયાદો કે જરૂરી જાણકારી અર્થે ૧૯૫૦ ટોલ ફ્રી નંબર તેમજ વિધાનસભા સામાન્ય ચૂંટણી લગતી વિવિધ ફરિયાદો અર્થે ટોલ ફ્રી નંબર 1800-233-1005 ચાલુ કરવામાં આવેલ છે. જેની જાહેર જનતાએ નોંધ લેવા જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા જણાવાયું છે.

Exit mobile version