Site icon Gramin Today

181-મહિલા હેલ્પ લાઇન નવસારીની મધસ્થી દ્વારા લગ્ન કરવાનો ઇરાદો મોકુફ રાખતી સગીરા:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નવસારી કમલેશ ગાંવિત 

181મહિલા હેલ્પ લાઇન નવસારીની મધસ્થી દ્વારા લગ્ન કરવાનો ઇરાદો મોકુફ રાખતી સગીરા.

      નવસારી જિલ્લામાંથી એક સજ્જન વ્યક્તિએ 181 મહિલા હેલ્પ લાઇનમાં કોલ કરી જણાવેલ કે એક સગીર વયની કિશોરી રાત્રિના સમયે ગભરાયેલી હાલતમાં મળી આવેલ છે અને પોતાના પરિવાર સાથે રહેવા માંગતી નથી જેથી તેની મદદ કરવા માટે જણાવેલ જેથી અમારી ટીમ તરત જ ઘટના સ્થળ પર પહોંચી અસરકારકતાથી સગીરા સાથે વાતચીત કરતાં જાણવા મળેલ કે સોશિયલ મીડિયાથી સગીરાની મિત્રતા એક યુવક સાથે થયેલ છે અને આ વાતની જાણ પરિવારને થતા તેઓ લગ્ન કરાવવાની ના જણાવતા સગીરા ઘરેથી પરિવારને જાણ કર્યા વગર ભાગી આવેલ અને કોઈ સજ્જન વ્યક્તિ સગીરાને જોતાં તેમણે 181 ટીમની મદદ માંગી હતી

     મળતી માહિતી મુજબ સગીરાને સોશિયલ મીડિયા મારફતે બે વર્ષથી એક યુવક સાથે મિત્રતા છે અને સગીરા તેમની સાથે લગ્ન કરવા જીદ પકડી હતી અને પરિવારના સભ્યો સગીરાનો અભ્યાસ ચાલુ હોવાથી હાલ લગ્ન કરાવવા માટે ના જણાવતા હતા અને સગીરા ઘણીવાર ઘરના વ્યક્તિની જાણ વગર ભાગી જતા હતા જેથી સગીરા સાથે વાતચીત કરી અને અસરકારકતાથી સમજાવેલ અને સગીર વયમાં લગ્ન કરવા એ સામાજિક અને કાયદાકીય રીતે ગુનો બને છે અને હાલની ઉંમર ઉચ્ચ અભ્યાસ અને પોતાના માટે કારકિર્દી બનાવવા માટેની છે અને પોતે પુખ્ત વયની થશે અને યોગ્ય પાત્ર હશે તો માતા-પિતા લગ્ન કરી આપશે માટે લગ્ન માટે ભવિષ્યનો વિચાર કરીને નિર્ણય લેવા માટે જણાવેલ અને ઘણું સમજાવ્યા પછી સગીરાને પોતાની ભૂલ સમજાતા પોતે પોતાના પરિવાર સાથે સારી રીતે રહેશે અને હવે પછીથી પોતે પુક્ત વય ની થાય ત્યાં સુધી પરિવારને જાણ વગર ભાગી ના જવા માટે જણાવેલ અને હવે પછીથી પોતાનાં અભ્યાસ પર ધ્યાન આપવા જણાવતાં પરિવારના સભ્યોને પણ સગીરાને કોઈપણ પ્રકારની હેરાનગતિ ન કરવા જણાવી સગીરાને પરિવારને સોંપવામાં આવતા પરિવારના સભ્યોએ અભયમ ટીમ નવસારી નો આભાર માન્યો હતો

Exit mobile version