Site icon Gramin Today

નેત્રંગ વનવિભાગે કાંટીપાડા ગામેથી લાકડીની હેરાફેરીનો પર્દાફાશ કર્યો:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

નેત્રંગ વનવિભાગે કાંટીપાડા ગામેથી લાકડીની હેરાફેરીનો પર્દાફાશ કર્યો:

વનવિભાગ ટેંમ્પો જપ્ત કરી, ચાર ખેપિયાઓ સામે ગુનો નોધી તપાસ હાથધરી;

નેત્રંગ વનવિભાગે કાંટીપાડા ગામેથી લાકડીની હેરાફેરીનો પદૉફાશ કયૉ હતો.

        નેત્રંગ તાલુકાના અંતરીયાળ વિસ્તારમાં આવેલા બદલવા ગામના રમણપરાના જંગલ વિસ્તારના કોતરના ભાગે કુદરતી રીતે ઉગી નિકળેલ આમલીના વૃક્ષને ખેડુતે કપાવીને લાકડાના વેપારીને વેચાણ કર્યુ હતું. જેમાં  ટેમ્પો નં :- જીજે-૨૩-વી-૧૨૩૪ માં ભરાવીને ફેરાફેરી થઈ હોવાની બાતમી નેત્રંગ વનવિભાગને મળતા નેત્રંગ-મોવી રોડ ઉપર આવેલ કાંટીપાડા ગામના બસસ્ટેન્ડ પાસેથી વોચ ગોઠવીને ટેમ્પોને રોકાવી તેની તપાસ હાથધરતાં લાકડાનો મોટો જથ્થો મળી આવ્યો હતો. નેત્રંગ વનવિભાગે  ટેમ્પો અને લાકડાનો જથ્થો કબ્જે કરીને ખેડુત મેલા રામસિંગ વસાવા (રહે.બામલ્લાકંપની), લાકડાનો વેપારી સોમા બામણીયા વસાવા (રહે.કોચબાર), લાકડાનો વેપારી સુરેશ ઝીણા વસાવા (રહે.કોચબાર) અને મહેશ સોમા વસાવા (રહે.કોચબાર) વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથધરી હતી.

Exit mobile version