Site icon Gramin Today

૧૭૩-ડાંગ પેટા ચૂંટણી-૨૦૨૦ અંતર્ગત અધિકારીઓને નોડલ ઓફિસર તરીકે નિયુક્તી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા 

ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી-૨૦૨૦ : ૧૭૩-ડાંગ પેટા ચૂંટણી-૨૦૨૦ અંતર્ગત ડાંગમાં નોડલ ઓફિસર તરીકે નિયુક્તી:

આગામી સમયમા યોજાનાર ૧૭૩-ડાંગ (અ.જ.જા.) વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારીએ વિવિધ સમિતિઓના નોડલ ઓફિસરોની નિયુક્તિ કરી;
આહવા; તા; ૧૪; આગામી સમયમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી-૨૦૨૦ અંતર્ગત “૧૭૩-ડાંગ (અ.જ.જા.) વિધાનસભા મત વિસ્તાર”ની સંભવિત ચૂંટણી સંદર્ભે ડાંગના કલેકટર-વ-જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એન.કે.ડામોરે ચૂંટણી સંદર્ભે કરવાની થતી કામગીરી બાબતે જુદી જુદી સમિતિઓની રચના કરી, જિલ્લાની સંબંધિત કચેરીઓના અધિકારીઓને નોડલ ઓફિસર તરીકે નિયુક્ત કર્યા છે.

ચૂંટણી સંદર્ભે કરવાની થતી કામગીરી બાબતે ગુજરાતના મુખ્ય નિર્વાચન અધકારીશ્રી દ્વારા વખતોવખત મળતી સૂચનાઓ, અને માર્ગદર્શન અનુસાર જિલ્લાના નોડલ ઓફિસરો કામગીરી હાથ ધારે તે આવશ્યક છે તેમ જણાવી, જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ડામોરે આ કામગીરી સરળતાપૂર્વક અને અસરકારક રીતે હાથ ધરી શકાય તે માટે સંબંધિત વિભાગના અધિકારીઓને નોડલ ઓફિસર તરીકેની જવાબદારી સુપ્રત કરવામાં આવી છે તેમ જણાવ્યું છે.

ડાંગ વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભે જે સમિતિઓની રચના કરવામાં આવી છે તેની વિગતો જોઈએ તો ખર્ચ અને મોનીટરીંગ સમિતિ, કાયદો અને વ્યવસ્થા, મેન પાવર મેનેજમેન્ટ, ઈ.વી.એમ./વી.વી.પેટ મેનેજમેન્ટ, આચાર સંહિતા, ઓબ્ઝર્વર્સ, સાયબર સિક્યુરીટી, સ્વીપ, એસ.એમ.એસ. મોનીટરીંગ અને કોમ્યુનીકેશન પ્લાન, ટ્રેનીંગ મેનેજમેન્ટ, સ્થળાંતરિત મતદારો, વેલ્ફેર, મટીરીયલ મેનેજમેન્ટ, હેલ્પ લાઈન, મીડિયા મેનેજમેન્ટ, હેલ્પ લાઈન તથા ફરિયાદ નિકાલ, ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ, બેલેટ પેપર/પોસ્ટલ બેલેટ, પર્સન વિથ ડીસેબીલીટીસ, કોમ્પ્યુટરાઈઝેશન, અને આઈ.સી.ટી. એપ્લીકેશન જેવી સમિતિઓની રચના કરવામાં આવી છે. આ સમિતિઓના નોડલ ઓફિસરો તરીકે સંબંધિત કચેરી/વિભાગોના અધિકારીઓને નોડલ ઓફિસર તરીકે નિયુક્તિ આપવામાં આવી છે. જેમને સોપવામાં આવેલી કામગીરી સંપૂર્ણ જવાબદારી સાથે બજાવવાની સુચના પણ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એન.કે.ડામોર દ્વારા આપવામાં આવી છે.

Exit mobile version