Site icon Gramin Today

હાઈ પ્રોફાઈલ યુવતીઓ સાથે ‘મજા’ કરી કમાવવાની લાલચ આપતી ગેંગ ઝડપી પાડતી પોલીસ:

શ્રોત :  ગ્રામીણ ટુડે ન્યુઝ, વેબ ટીમ 

હાઈ પ્રોફાઈલ યુવતીઓ સાથે ‘મજા’ કરી કમાવવાની લાલચ આપતી ગેંગ ઝડપાઈ, રજિસ્ટ્રેશનના નામે રૂ.1550 પડાવતી: 

કાવ્યા મોદી નામની હાઈપ્રોફાઈલ લેડીઝ સાથે વાતચીત કરાવી અલગ-અલગ બહાના બતાવી મિટિંગ કેન્સલ કરાવતા હતા. પોલીસે બે યુવતીઓ સહિત 8 લોકોની ગેંગની ધરપકડ કરી છે.

અમદાવાદઃ હાઈ પ્રોફાઈલ યુવતીઓ (High profile girls) સાથે સેક્સ (sex) કરીને રૂપિયા કમાવવાની લાલચ આપીને રૂપિયા પડાવતી ગેંગની સાયબર ક્રાઇમ એ ધરપકડ કરી છે. આરોપી ઓ બોડી મસાજ રિક્રુટમેન્ટ ની જાહેરાત આપીને બાદમાં સેક્સ કરીને રૂપિયા કમાવવા માટે રજિસ્ટ્રેશન કરાવી આરોપીઓ રૂપિયા પડાવતા હતા.

અમદાવાદ સાયબર ક્રાઇમે (Ahmedabad cyber crime)  લોકો થી રૂપિયા પડાવતી ગેંગ ના આઠ આરોપી ઓની ધરપકડ કરી છે. આરોપીઓ બોડી મસાજ રિક્રુટમેન્ટ માટેની જાહેરાતો આપતા હતા અને જ્યારે કોઈ પણ વ્યક્તિ તેઓનો સંપર્ક કરે ત્યારે તેઓને જાણ કરતા હતા કે હાલ બોડી મસાજ માટેની રિક્રુટમેન્ટ નથી પરંતુ અમારી કંપનીમાં હાઇપ્રોફાઇલ લેડીઝ સાથે સેક્સ કરીને તેની પાસેથી પૈસા લેવામાં આવે છે. જેમાંથી ૨૦ ટકા હિસ્સો અમને આપવાનો અને બાકીના રૂપિયા તમારી પાસે રાખવાના. જેના માટે રૂપિયા 1550નું રજિસ્ટ્રેશન કરવાનુ રહેશે. બાદમાં આરોપીઓ તેઓને અલગ-અલગ પ્લાન આપતા હતા. જે પ્લાનનો કોડ આપીને પ્લાનના અને રજિસ્ટ્રેશનમાં રૂપિયા પડાવતા હતા.અને કાવ્યા મોદી નામની હાઈપ્રોફાઈલ લેડીઝ સાથે વાતચીત કરાવી અલગ-અલગ બહાના બતાવી મિટિંગ કેન્સલ કરાવતા હતા.  પકડાયેલ આરોપીઓમાં પોલીસએ બે યુવતીઓની ધરપકડ કરી છે.હાલમાં પોલીસે આથી આરોપીઓની ધરપકડ કરીને આરોપીઓએ અત્યાર સુધીમાં કેટલા લોકોને સાથે આ પ્રકારે ચીટિંગ કર્યુ છે તે અંગે વધુ તપાસ શરૂ કરી છે. 

Exit mobile version