Site icon Gramin Today

હરિઓમ વનવાસી અનાથાશ્રમનું ધોરણ 10 નું 80%પરિણામથી આનંદો:

શ્રોત: ગ્રામીણ ટુડે વલસાડ પ્રતિનિધિ.

વાંસદા તાલુકાના ઉમરકુઇ ગામે આવેલ હરિઓમ વનવાસી અનાથા આશ્રમમાં રહી અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓનું  ધોરણ 10નું  80%પરિણામઆવ્યું: વિદ્યાર્થીનીઓ અને  આશ્રમશાળા પરિવારમાં આનંદનો માહોલ,

  પ્રથમ ક્રમે હેમાંશીબેન 78%, બીજા ક્રમે અમિષાબેન 71% 

વાંસદા તાલુકાના ઉમરકુઇ ગામે આવેલ હરિઓમ વનવાસી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત વનવાસી અનાથ કન્યા આશ્રમશાળા  ગામના અગ્રણી  પ્રમુખ શ્રી નિલેશભાઈ પવાર અને લક્ષ્મીબેન એન.પવાર દ્વારા સંચાલન કરવામાં આવી રહયું છે. અનાથ દિકરીઓને આશ્રમમાં તમામ જાતની સુવિધાઓ અપાય રહી છે, અને પોતાના પરિવાર હોય તેવી સંભાળ રખાય રહી છે. આશ્રમશાળામાં અભ્યાસ કરાવી એક મહાન પુણ્ય નું કાર્ય કરી રહ્યા છે. ત્યારે આ વર્ષે પણ ખુબ સારુ પરિણામ 10 મા ધોરણ ની બંને દિકરી પ્રથમ ક્રમે હેમાંશીબેન 78%અને બીજા ક્રમે અમિષાબેન 71%મેળવ્યાં તેથી  અનાથાશ્રમનું ગૌરવ વધાર્યું છે. જેઓ ને સંસ્થાના સહયોગી ટ્રસ્ટી શ્રી અશોકભાઈ ધોરાજીયાએ 10મા ધોરણની બંને દિકરી પ્રથમ ક્રમે અને બીજા ક્રમે આવનાર તથાં પાસ થનાર સર્વેને આપ્યાં હતાં અભિનંદન અને તમામ દીકરીઓને ઉજ્જવળ ભવિષ્યની આપી શુભેચ્છાઓ.

Exit mobile version