Site icon Gramin Today

સ્થાનિક સ્વરાજ ની પેટા ચુંટણી આચારસંહિતાના અમલીકરણ દરમિયાન સુરૂચીભંગ કે નીતિભંગ તેવા કૃત્યો પર લદાયા પ્રતિબંધ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

આચારસંહિતાના અમલીકરણ દરમિયાન સુરૂચીભંગ કે નીતિભંગ તેવા કૃત્યો કરવા પર લદાયા પ્રતિબંધ:

વ્યારા-તાપી: આગામી તા.૦૩-૧૦-૨૦૨૧ના રોજ યોજાનાર જિલ્લા/તાલુકા પંચાયતની પ્રસંગોપાત ખાલી બેઠકોની ચૂંટણી દરમિયાન સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ તથા મુકત અને ન્યાયી ચૂંટણી યોજી શકાય એ માટે તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.જે.વલવીએ એક જાહેરનામું જાહેરનામું બહાર પાડી સુરૂચિ કે નીતીભંગ ન થાય એવા કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
જાહેરનામામાં જણાવ્યા અનુસાર તાપી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં છટાદાર ભાષણો આપવા, ચાળા પાડવા, અથવા નકલો કરવા, ચિત્રો, નિશાનીઓ, જાહેરખબરો અથવા પદાર્થ અથવા વસ્તુઓ તૈયાર કરવા, દેખાડવા અથવા તેનો ફેલાવો કરવા અથવા અધિકારીઓના અભિપ્રાય પ્રમાણે સુરૂચિ અથવા નીતિનો ભંગ થતો હોય અથવા તેનાથી રાજયની સલામતિ જોખમાતી હોય અથવા જેના પરિણામે રાજય ઉથલી પડવાનો સંભવ હોય તેવા છટાદાર ભાષણો કરવાની, ચાળા પાડવાની અને તેના ચિહ્નો, નિશાનીઓ વિગેરે તૈયાર કરવાની દેખાદેખી અથવા તેનો ફેલાવો કરવાના કૃત્યો પર સમગ્ર તાપી જિલ્લાના વિસ્તારમાં પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ હુકમ તા. ૦૬-૧૦-૨૦૨૧ સુધીમાં અમલી રહેશે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

 તાપી જિલ્લામાં પરવાનગી વગર સભા સરઘસ કાઢવા પર પ્રતિબંધ:
વ્યારા-તાપી: આગામી તા.૦૩-૧૦-૨૦૨૧ના રોજ યોજાનાર જિલ્લા/તાલુકા પંચાયતની પ્રસંગોપાત ખાલી બેઠકોની ચૂંટણી દરમિયાન સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ તથા મુકત અને ન્યાયી ચૂંટણી યોજી શકાય એ માટે તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.જે.વલવીએ એક જાહેરનામું બહાર પાડીને અનધિકૃત સભા કે સરઘસ ઉપર પ્રતિબંધ મુકયો છે.


આ જાહેરનામા અનુસાર કોઇપણ વ્યક્તિએ સક્ષમ અધિકારીની પરવાનગી વિના કોઇ સભા બોલાવવી નહિં કે સરઘસ કાઢવું નહિં. કોઇ પણ રાજકીય પક્ષો કે ઉમેદવારો દ્વારા સભા કે સરઘસનું આયોજન કરતા પહેલા સક્ષમ અધિકારીની પરવાનગી મેળવવાની રહેશે. ઉમેદવાર ઉમેદવારી પત્રો ભરવા કે ઉમેદવારી પત્રોની ચકાસણીમાં કે ચૂંટણી પ્રતિકની ફાળવણી પ્રક્રિયામાં હાજરી આપવા માટે ચૂંટણી અધિકારીની કચેરીમાં જાય ત્યારે મોટા સરઘસ સ્વરૂપે જવું નહિં. જયાં એક પક્ષે સભા યોજી હોય એવા સ્થળોએ બીજા પક્ષે સરઘસ લઇ જવું નહિં કે ખલેલ પહોંચાડવી નહિં. ચૂંટણી સભા, સરઘસ અને રેલીમાં સ્થાનિક કાયદા અને અમલમાં હોય તે પ્રતિબંધક હુકમને આધિન ધ્વજ, બેનર્સ, કે કટ આઉટ રાખી શકાશે. આવા સરઘસમાં પક્ષે/ઉમેદવારે પુરા પાડેલ ટોપી, માસ્ક, સ્કાર્ફ વગેરે પહેરી શકાશે. પરંતુ પક્ષે પુરા પાડેલા સાડી/શર્ટ જેવા મુખ્ય વસ્ત્રો પહેરી શકાશે નહિં.
આ હુકમ લગ્નના વરઘોડા, સિનેમા, ટાઉનહોલમાં, સ્મશાનયાત્રામાં, એસ.ટી.બસમાં, રેલવેમાં મુસાફરી માટે કે મંદિર, મસ્જીદ કે દેવળમાં પ્રાર્થના માટેના શુદ્ધ આશયથી જતી વ્યક્તિઓને લાગુ પડશે નહિં. સક્ષમ અધિકારીએ આપેલ સભા/સરઘસની પરવાનગીથી યોજાતા સભા/સરઘસમાં જતી, ભાગ લેતી વ્યકતિઓને લાગુ પડશે નહિં. આ હુકમ તા. ૦૬-૧૦-૨૦૨૧ સુધીમાં અમલી રહેશે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે. 

Exit mobile version