Site icon Gramin Today

સેવાનાં નામે લુંટાતા લોકોની જાગૃતિ માટે મોતિલાલ વસાવા માજી. ધારાસભ્યએ જનહિતમાં એક લેખ પ્રકાશિત:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર  

નર્મદા જિલ્લાનાં દેડીયાપાડા અને સાગબારા ના વિસ્તારમાં કેટલીક લેભાગુ કંપની કે ટ્રસ્ટ દ્વારા સહાયના નામે આદિવાસીઓને લૂટવાનું કામ જોર શોર થી ચાલી રહ્યું છે, સવાલ એ છે કે આ સમગ્ર કારસ્થાન કોના આશીર્વાદ હેઠળ ચાલી રહ્યું છે..?

મળતી માહિતી મુજબ એક ગામ અને વિસ્તારમાં એક બે બોર સસ્તા ભાવે ઉતારી આપી ને લોકોનો વિશ્વાસ કેળવે છે અને આખરે લાખો રૂપિયા ભેગા કરીને થઇ જાય છે ફરાર..! 

નર્મદા, સુરત, તાપી, વલસાડ,ડાંગ,ધરમપુર,  કપરાડા વિસ્તારમાં આવાં કીસ્સાઓ કાયમ બનતાજ રહે છે, ક્યાં શુધી અભણ અને અજ્ઞાન  આદિવાસીઓ સહાય કે મદદના નામે  લુંટાતા રહશે? તંત્ર અને જીલ્લા પોલીસ માટે પડકાર…. 

સામાજિક અગ્રણી એવા મોતિલાલ વસાવા માજી. ધારાસભ્યશ્રી દેડીયાપાડાએ જનહિતમાં એક લેખ પ્રકાશિત કર્યો હતો. 

આથી દેડીયાપાડા તાલુકાનાં ખેડુત ભાઈઓને જણાવવાનું કે દેડીયાપાડા તાલુકામાં કેટલાક લોકો વિવિધ સંસ્થાઓના નામે તેમજ ભાજપ સિવાયની કેટલીક રાજકીય પાર્ટીનાં આગેવાનો દશ કે પંદર હજાર રૂપિયા ભરી ખેડૂતોને ખેતીનાં બોર મોટર કરી આપવાની જાહેરાતો કરે છે. ૧ બોર કરવા માટે ૩૦૦ ફુટનો ખર્ચ ૩૦ હજારથી ૩૫ હજાર રૂપિયા થાય છે. તો ઉપરની રકમ આપવાની છે તે એવી ભારત સરકાર કે ગુજરાત સરકારની કોઈ યોજના નથી અને જો હોય તો સરકારશ્રીનો પરિપત્ર અથવા જાહેરાત કે પછી સોસિયલ મિડિયા પર આવેલ સિંચાઇ કે ખેતી વાડી વિભાગની જાહેરાત આ બધી વિગતોની ચકાસણીની કર્યા પછી જો તમને યોગ્ય લાગે તો તમે જે રકમ આપો છો તેની રેવન્યુ સ્ટેમ્પ વાળી રસીદ મેળવવાનો આગ્રહ રાખો કે અમે આ પાર્ટી કે સંસ્થાને આ કામ માટે રકમ આપી છે. નહીં તો આવા ઘણા બધા છેતરપિંડીનાં ગંભીર બનાવો બને છે. તો આવી યોજનાઓનો લાભ લેતા પહેલા તાલુકા વિકાસ અધિકારીશ્રી, ગ્રામ સેવકશ્રી કે તલાટી પાસેથી માહિતી મેળવી લેવી જરૂરી છે.

🙏”જનહિતમાં જારી”🙏

મા.મોતિલાલ વસાવા
માજી. ધારાસભ્યશ્રી દેડીયાપાડા

Exit mobile version