શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
પોલીસ મહાનિરીક્ષક શ્રી હરીકૃષ્ણ પટેલ સાહેબ વડોદરા વિભાગ તથા પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ જીલ્લાનાં ડીગ્રી વગરના બોગસ તબીબો પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવા સારૂ એસ.ઓ.જી. શાખાનાં પો.ઈન્સ શ્રી કે.ડી. જાટ નાઓને આપેલ જરૂરી સુચના તથા માર્ગદર્શન અનુસંધાને એસ.ઓ.જી. શાખાનાં પો.સ.ઈ એચ.વી. તડવી નાઓને બાતમી હકીકત મળેલ જે ચોક્કસ આધારભુત માહિતીના આધારે છેલ્લા ઘણા સમયથી ખોચરપાડા રોડ,પાણીની ટાંકી પાસે સેલંબા, તા. સાગબારા, જી.નર્મદા ખાતે હોમીયોપેથીકની ડીગ્રી ધરાવતો ડો.મહેન્દ્રભાઇ ગણેશભાઇ મહાજન ગેરકાયદેસર રીતે ખાનગી એલોપેથીક દવાખાનું ખોલી ગેરકાયદેસર રીતે એલોપેથીક દવાઓ આપતો હોય જેથી ડો.મહેન્દ્રભાઇ ગણેશભાઇ મહાજન હાલ રહે. સેલંબા, અંબે ગ્રીન સોસા તા. સાગબારા, જી.નર્મદા મુળ રહે. બજાર રોડ ખાપર, તા.અક્કલકુવા, જી. નંદુરબાર (મહારાષ્ટ્ર) વાળાને જુદી-જુદી કપંનીની એલોપેથી દવાઓ તથા ઈન્જેકશનો તથા ગર્ભપાતની દવાઓ મળી કૂલ કી.રૂ.૬૪,૭૦૧/- ના મુદ્દામાલ સાથે પકડી સદરી ઈસમ વિરૂધ્ધ ધી ગુજરાત મેડીકલ પ્રેક્ટીસનર એક્ટ-૧૯૬૩ ની કલમ-૩૦ મુજબ સાગબારા પો.સ્ટે.માં રજિસ્ટર કરવામાં આવેલ છે.

