Site icon Gramin Today

સુરત જીલ્લામાં ચાર કે તેથી વધુ વ્યકિતઓએ ભેગા થવા પર પ્રતિબંધ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, સુરત નલીનકુમાર

સુરત જીલ્લામાં ચાર કે તેથી વધુ વ્યકિતઓએ ભેગા થવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, હાલ જીલ્લામાં વધતાં જતાં કોવીડ-૧૯ ના સંક્રમણ ને ધ્યાન લેતાં અને સાવચેતી, તકેદારીના ભાગરૂપ લેવાયો મોટો નિર્ણય: 
સુરતઃ- હાલમાં વિશ્વભરમાં કોરોના વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે અન્ય ધાર્મિક તહેવારો, રેલીઓના કાર્યક્રમો યોજાતા હોય છે. જેથી શહેરમાં શાંતિ અને સલામતી જળવાય રહે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બરકરાર રહે તેવા આશયથી સુરત શહેરના પોલિસ કમિશનરશ્રી અજય તોમરે એક જાહેરનામા દ્વારા તા.૧૫/૩/૨૧ થી ૨૯/૦૩/૨૦૨૧ સુધી સુરત શહેર પોલિસ કમિશનરશ્રીની હકુમત હેઠળના સમગ્ર વિસ્તારમાં જાહેર જગ્યા ઉપર ચાર કરતા વધારે માણસોએ ભેગા થવા, કોઈ સભા ભરવી કે બોલાવવી નહી તેમજ કોઈ સરધસ કાઢવા પર ભરવા પર મનાઈ હુકમ ફરમાવ્યો છે. આ હુકમનો ભંગ કે ઉલ્લંધન કરનાર શિક્ષાને પાત્ર થશે. જેની નોધ દરેક જનતાએ લેવા માટે એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

Exit mobile version