Site icon Gramin Today

સાપુતારા સહિત સમગ્ર ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ.. ખેડૂતોમાં ખુશીની લહેર:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ રિપોર્ટર : દિનકરકુમાર વઘઇ 

એક મહિનાના લાંબા વિરામ બાદ બે દિવસ થી ડાંગ અને સાપુતારા પંથક મા મેઘો મન મૂકીને વરસી રહયો છે,

સાપુતારા સહિત સમગ્ર ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ.. ખેડૂતોમાં ખુશીની લહેર. આજે સવારે વિઝીબલિટી જીરો પર જતાં વાહન ચાલકો ને પડી હતી મુશ્કેલી.. 

અગામી પાંચ દિવસ રાજ્યના ડાંગ, તાપી, સુરત, નર્મદા  સહીત બીજા અનેક  જીલ્લાઓમા સારા વરસાદ ની હવામાન ખાતાની આગાહી. 

ડાંગ : વરસાદ ખેંચાતા ડાંગના આદિવાસી ખેડૂતોમાં ચિંતાના મોજા ફરી વળ્યા હતા. આદિવાસી ખેડૂતોને પાક સુકાતા ગરીબ આદિવાસી ખેડૂતોને પોતાનો પાક નિષ્ફળ જશે તેની ભીતી સતાવતી હતી.

ડાંગના આદિવાસીઓની પરિસ્થિતિ મેઘરાજએ  ચિંતામાં મૂકી દીધી હોય તેમ લાગી રહ્યું હતું, અને છેવટે મેઘરાજે ડાંગના આદિવાસી ખેડૂતો પર પોતાની કૃપાથી મેઘ મલ્હાર કરતા આદિવાસી ખેડૂતોના મોઢા પર સ્મિત દેખાઈ રહી રહ્યું છે. અને છેવટે મેઘરાજે ડાંગના આદિવાસી ખેડૂતો પર ગતરોજ તા.06/09/2023 ના રોજ રાત્રે 11:30 વાગ્યાના આસપાસ વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. 

ખેડૂતોના ખેતરોમાં પૂરતા પ્રમાણમાં પાણીનું સિંચન થતા ખેતરો જીવંત થયેલા જોવા મળી રહ્યા હતા. ખેડૂતોના પાક જેમ કે, નાગલી, ડાંગર અને વરાઈ જેવા પાણીજન્ય પાકને પૂરતા પ્રમાણમાં પાણી મળતા ખેડૂત આનંદની લાગણી અનુભવી રહ્યો હતો. સમગ્ર ડાંગ જિલ્લામાં વરસાદના કારણે શીતલહેર પ્રસરી જવા પામી છે.

Exit mobile version