Site icon Gramin Today

સાગબારા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારીના વિરોધમાં રેલી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

સાગબારા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારીના વિરોધમાં રેલી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું:

સાગબારા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારીના વિરોધમાં રેલી દ્વારા સમગ્ર  સાગબારા બજાર  ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભાજપના રાજમાં જીવવું બન્યું મુશ્કેલ! ગરીબ તેમજ મધ્યમ વર્ગના સામાન્ય પ્રજાજનોની હાલત અત્યંત કફોડી;

આજે ગરીબ તેમજ મધ્યમ વર્ગના સામાન્ય પ્રજાજનો ની હાલત અત્યંત કફોડી બની છે,  મોંઘવારી ને કારણે સામાન્ય પ્રજાજનો માટે આજીવિકા તેમજ દૈનિક જીવન ચલાવવાનું અત્યંત મુશ્કેલ બન્યું છે,  અને દિન-પ્રતિદિન પેટ્રોલ અને ડીઝલ સહિતની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ ના લીધે ગુજરાતના પ્રજાજનો પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો જવાબદારી માંથી છટકી રહ્યા છે, અને કંપનીઓ ને માલામાલ અને પ્રજાને બેહાલ કરતી સરકાર ને હવે જાકારો આપવોજ રહ્યો,  આ સંજોગોમાં હમેશા પ્રજાની પડખે રહેવાની નીતિ વલણ અને કાર્યક્રમને અનુરૂપ કોંગ્રેસ દ્વારા વ્યાપક જનચેતના કાર્યક્રમ હાથ ધરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીતભાઈ ચાવડા સૂચના અનુસાર નાંદોદ ના ધારાસભ્ય પી.ડી.વસાવા અધ્યક્ષતામાં અને નમૅદા કોંગેસ પ્રમુખ હરેશભાઇ વાળંદ જોડે સાગબારા તાલુકા કોંગ્રેસ સમિતિએ સાગબારા તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારીની મીટીંગ યોજી બાદમાં  મોંઘવારીના વિરોધમાં રેલી તેમજ વિરોધ પ્રદર્શન સાગબારા ખાતે કરવામાં આવ્યું હતું.

Exit mobile version