શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
રાજપીપળા સરકારી હોસ્પિટલમાંથી કરાર આધારિત ૨૦૦ જેટલા કર્મચારીઓને છૂટા કરી દેવાતા કર્મચારીઓમાં ભારે રોષ;
ઇન્સ્પેકશન વખતે જેમ ડમી દર્દીઓ સુવડવવામાં આવ્યા હતા તેમજ સ્ટાફ પણ દેખાવ પૂરતો રાખવામાં આવ્યો હશે : -ડૉ.કિરણ વસાવા (જોઇન્ટ સેક્રેટરી AAP)
સંવેદનસિલ ગુજરાત સરકાર ના કરાર આધારિત નર્મદા ના આરોગ્ય કર્મચારીઓ પ્રત્યે કોણ બન્યું અસંવેદનશીલ..?
સરકારી તાયફાઓ પૂરતા બેરોજગારો ને ભરતી કરી તેમનાં ભાવિ સાથે ચેઢા કરવાં ની ઘટનાઓ આ જીલ્લામાં જોવાં મળે છે, ઘણી વખતે ખાનગી ક્ષેત્રે નોકરીઓ આપીને સરકાર ની વાહ વાહ મેળવવા માં આવે છે, ત્યારે કરાર આધારિત ભરતી કરાયેલા ૨૦૦ જેટલા કર્મચારીઓને છૂટા કરી દેવાતા ભારે રોષ ફેલાયો છે,
નર્મદા : રાજપીપળા નવી સરકારી હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે કરાર આધારિત ૨૦૦ જેટલા કર્મચારીઓને એકાએક છુટા કરી દેવામાં આવ્યા હતા જેના કારણે ભારે રોષ જોવા મળી રહ્યો છે, સવારે છુટ્ટા કરાયેલ કર્મચારીઓ સિવિલ હોસ્પિટલ ખાતે ભેગા મળી વિરોધ નોંધાવ્યો હતો અને તેઓની સાથે અન્યાય થયો હોવાની વાત કરી હતી, આ કર્મચારીઓમાં સ્ટાફ નર્સ , મેલ નર્સિંગ, સફાઈ કર્મચારીઓ, તેમજ સિક્યોરિટી કર્મચારીઓનો સમાવેશ થાય છે આ બાબતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા તેમજ સરપંચ પરિષદ નર્મદા ઝોન પ્રમુખ નિરંજન વસાવા તેમજ સાથી મિત્રોએ પણ છુટા કરાયેલ કર્મચારીઓના સમર્થન માં રજુઆત કરી હતી.
જોકે સમગ્ર મામલે સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન ડોક્ટર જ્યોતિ ગુપ્તાને પૂછતા તેઓએ ગોળ ગોળ જવાબ આપ્યો હતો અને આ છૂટા કરાયેલા કર્મચારીઓને ફરી નોકરીમાં લેવામાં આવશે કે કેમ તે અંગે પણ કોઈ સ્પષ્ટ લેખિત બાંહેધરી આપવામાં આવી નથી તેવું પણ જણાવ્યું હતું અને છુટા કરાયેલા કર્મચારીઓને હોલ્ડ ઉપર રાખવામાં આવ્યા છે, તેઓને કોઈપણ પગાર ચૂકવવામાં આવશે નહીં તેમ પણ જણાવ્યું હતું ત્યારે યુવાનોને રોજગારી માટે વલખા મારવા પડી રહ્યા છે તેવું સ્પષ્ટ કહી શકાય છે.
છુટા કરાયેલ કર્મચારીઓએ જણાવ્યું હતું કે રાત્રે મેસેજ કરી ને એમને છુટા કરાયા હોવાની જણ કરી પરંતુ શા માટે છૂટા કરાયા, તે કોઈએ જણાવ્યું નથી ઉપરાંત એમને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા હોવાની વાત કરી હતી અને પગાર બાબતે પૂછતા પગાર આપવાની પણ ના પાડી હતી કેટલાક કર્મચારીઓ પાસે સખત મેહનત અને કામ કરાવ્યા બાદ હજી પગાર પણ ચૂકવ્યો નથી તેવો આક્ષેપ કર્મચારીઓ લગાવી રહ્યા છે.
ત્યારે છુટા કરાયેલ કર્મચારીઓને કયા આશયથી નોકરીએ લીધા ? ૧૧ મહિનાનો કરાર કર્યો છતાં એક મહિનામાં કેમ છુટા કર્યા ? છુટા કરાયેલ કર્મચારીઓ ના ભવિષ્યનું શું ? તેમના પરિવારનું ગુજરાન કઈ રીતે ચાલશે ? અચાનક ૨૦૦ કર્મચારીઓ ને છુટા કરવા પાછળ કારણ શું ? કોણ જવાબદાર ? કોણ પગલાં લેશે ? શું કર્મચારીઓ ને ન્યાય મળશે કે તેમનો અવાજ પણ દબાવી દેવામાં આવશે ? જેવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે.