Site icon Gramin Today

સરકારી કચેરીઓમાં અનઅધિકૃત વ્‍યકિતઓ/ઇસમોના પ્રવેશ પર પ્રતિબંધ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, સુરત નલીનકુમાર

જીલ્લામાં સરકારી કચેરીઓમાં અનઅધિકૃત વ્‍યકિતઓ/ઇસમોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો: વચેટીયાઓ અને કહેવાતા સામાજિક કાર્યકરો સાવધાન!

સુરત : શહેરના પોલીસ કમિશનરશ્રી અજય તોમરે એક જાહેરનામા દ્વારા સુરત પોલિસ કમિશનરેટના વિસ્તારમાં આવતી તમામ સરકારી કચેરીઓ, પોલીસ સ્ટેશનો તેમજ જયાં રોજે – રોજ મોટા પ્રમાણમાં જાહેર જનતા પોતાના કામ માટે આવતી હોય તેવી અન્‍ય તમામ સરકારી કચેરીઓમાં પોતાના સરકારી કામ માટે આવેલા હોય, અથવા કામ કરતા હોય તેવા અથવા વાજબી કામ માટે આવ્‍યા હોય તે સિવાયના અનઅધિકૃત લોકો કે લોકોની ટોળકી કે આવી કચેરીમાં આવતી જાહેર જનતા અરજદારને ગેરમાર્ગે દોરીને કામ કરાવવા કે લલચાવીને કે ગેરમાર્ગે દોરીને વચેટીયા તરીકે કામ કરાવી આપવાનું જણાવતાં અનઅધિકૃત વચેટીયા તરીકે કામ કરવા ઇરાદો રાખતા આવા વ્‍યકિતઓ/ઇસમોના પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. ઉપરાંત એનજીઓ કે તેના જેવી સંસ્થાઓના નામે કાર્ડ છપાવી/બતાવીને સરકારી કર્મચારી/અધિકારી હોવાનો ભ્રમ ઉભો કરનારાઓને પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમ તા.૧૭/૦૩/૨૦૨૧ થી તા.૧૫/૦૫/૨૦૨૧ સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ કે ઉલ્લંધન કરનાર શિક્ષાને પાત્ર થશે.

Exit mobile version