Site icon Gramin Today

સંવેદનશીલ સરકારના રાજમાં  20 કલાકથી તાપી જિલ્લામાં ન્યાય માટે રઝડતુ આદિવાસી પરિવાર: 

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ 

ગુજરાત ની સંવેદનશીલ સરકારના રાજમાં  20 કલાકથી તાપી જિલ્લામાં ન્યાય માટે રઝડતુ આદિવાસી પરિવાર: 

નવમા ધોરણમાં ભણતી દીકરીના અપહરણ અંગે ફરિયાદ નોંધવામાં તાપી પોલીસ તંત્રની સંવેદનવિહીનતા સામે આવી…!!!    મીડિયાના હસ્ત્ક્ષેપ બાદ દીકરીને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે દાખલ કરાઈ….

તાપીમાં મહિલા સુરક્ષા અને મહિલા કે દીકરીઓની સામાજિક જવાબદારી માટે નિયુક્ત સમિતિઓ અને કાર્યકર્તાઓ માટે મોટો પડકાર..!!! 

ડીજીટલ યુગમાં વડોદરા જામ્બુઆ ચોકડી થી સુરત પલસાણા કે તાપીના ઉચ્છલ ક્યાં નોધાવે ફરિયાદ આ આદિવાસી ગરીબ પરિવાર ખોવાયેલી દીકરી ની ફરિયાદ.?? 

બસની મુસાફરી કેટલી સુરક્ષિત..?  ટીકીટ નડિયાદની અને કોઈ વચ્ચે હાથ ખેચીને દીકરીને ઉતારી લે છે, મુસાફરો કે કંડકટરે  સતર્કતા દાખવી હોય તો દીકરી સુરક્ષિત ગંતવ્ય સ્થાને પહોચી ગઈ હોત.!!

મળતી માહિતી મુજબ 23 તારીખે ઉચ્છલ વડદે ખુર્દ  ના રહેવાસી એક આદિવાસી દીકરી નું નડિયાદ સ્થિત આશ્રમશાળા એ જતા બસ માંથી અપહરણ થયું હતું,  જેની જાણ/ફરિયાદ સુરત બસ સ્ટેશન નજીકના સ્ટેશને નોધાયાં બાદ પણ  પોલિસે  અપહરણકર્તા  અને દીકરીનો ભાળ મેળવી શક્યા ન હતા , અંદાજીત ૧૦ જેટલા દિવસો વીત્યા બાદ રાજ્યના  ગૃહમંત્રીશ્રીના  સુરતના પલસાણા વિસ્તારમાં  અપહરણકર્તા સાથે દીકરી ને પરિવાર એ ભારે જેહમત અને ખર્ચાઓ કરીને  શોધી કાઢી હતી , અને આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા પરિવાર સુરતના પલસાણા ચોકી ગયા હતા પણ તેઓની ફરિયાદ નહી નોધતા  ઉચ્છલ ખાતે મોકલી આપ્યા હતા, પરિવારે ૨/૨/૨૦૨૩ના રોજ રાત્રે ૧૨:00 કલાકે આશરે ઉચ્છલ ખાતેના  પોલીસ સ્ટેશન આરોપીને સુપ્રત કર્યો હતો,  અને ફરિયાદ માટે સવારે આવવા જણાવ્યું હતું,  હવે ત્રીજી તારીખે સવાર થી રાત્રીના ૧૦:૩૦ વાગ્યા સુધી કોઈજ કાર્યવાહી નહિ થતા પરિવાર અને પીડિતા અધ્ધ વચ્ચે રઝડી રહ્યું છે તેવી જાણ મીડિયાને સામાજિક કાર્યકર દ્વારા થતા કાર્યવાહી હાથ ધરાઈ હતી, 

પોલીસની આ હરકત દ્વારા આદિવાસી ગ્રામિણ લોકોમાં સરકાર અને તંત્ર સામે અનેક સવાલો ઉભા થાય છે, અને શંકાઓ ઉત્પન્ન થાય તે વ્યાજબી છે, 

છોકરીના પિતા પાસેથી મળતી માહિતી મુજબ ગત 23 તારીખે તેમણે નડિયાદ ધોરણ નવમાં ભણતી પોતાની દીકરીને સુરત બસ સ્ટેન્ડથી નડિયાદ જવા માટે સરકારી બસમાંં બેસાડી હતી,  અને આ બસ સાંજે પોહ્ચવાની હતી, પરંતુ સાંજે 4:00 વાગ્યાની  આસપાસ પિતાને  શાળામાંથી ફોન આવે છે કે એની દીકરી આશ્રમ શાળાએ પહોંચી નથી. બીજા દિવસે દીકરીના પિતા સતત  બે દિવસ સુધી સુરત જઈને દીકરીને શોધવા પ્રયત્ન કરે છે, બસ વાળા ની પૂછતાસ કરે છે પણ કંડકટર જણાવે છે કે કદાચ તે વડોદરા ના જમ્બુઆ ચોકડી ઉતરી હતી, આખરે  પિતાને દીકરીનું અપરણ થયા હોવાની શંકા જતા તેઓ પોલીસમાં ફરિયાદ નોંધ કરાવે છે. પોલીસ તો દીકરીને ના શોધી શકી પરંતુ દસ જેટલા દિવસ ના  અંતે દીકરી એ દાખવેલી હિંમતથી એના મામા પર એક નંબર પરથી ફોન આવે છે અને દીકરીનું પરિવાર તેને પલસાણા નજીક લેવા પહોંચી જાય છે. જ્યાં તેઓ અપહરણ કર્તા વ્યક્તિને  પણ ઝડપી પાડે છે. પહેલા તેઓ આ અપહરણ કર્તા  ને લઈને સુરતના  નજીક ના પોલીસ સ્ટેશને પલસાણા  જાય છે, તો ત્યાં પોલીસ એમની ફરિયાદ ન લઈને એમને ઉચ્છલ ફરિયાદ નોંધાવા જણાવવામાં આવે છે, અને ગત બીજી ફેબ્રુઆરીની રાતથી આ પરિવાર ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં અપહરણ કરતા ને સોંપી દીધા બાદ ફરિયાદ નોંધાવા માટે ફાફા મારી રહ્યું છે. પરંતુ ત્રીજી તારીખના રાતે આઠ વાગે સુધી હજી સુધી ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં ઝીરો નંબરથી પણ ફરિયાદ નોંધાઈ નથી.  પોલીસ સ્ટેશનના જવાબદાર  એવા ઉચ્છલ ઇન્ચાર્જ પીએસઆઇ એસ.એમ સાધુ પણ આ કિસ્સા મા જોઈએ એવી કાર્યવાહી નથી કરતા.  
ત્યારે ક્યાંક ને ક્યાંક પોલીસ તંત્રની સંવેદન વિહીનતા સામે આવી હોય એવા દ્રશ્યો અહીં દેખાઈ રહ્યા છે. અને દીકરીની સાથે બનેલી સમગ્ર ઘટનાની કથની  સાંભળ્યા બાદ સવાલો તો એવા પણ ઊભા થઈ રહ્યા છે કે, આ દીકરી નો અપહરણ કરતા એને ત્રણ લાખ રૂપિયામાં કોને વેચી દેવા માંગતો હતો?? અને શું આ દીકરી સાથે કોઈ દસ જેટલા દિવસમાં શારીરિક છેડછાડ  થયું હશે??  અને આ તો એક કિસ્સો સામે આવ્યો ત્યારે આવી કેટલી નિર્દોષને નાબાલીક દીકરીઓને આ પોતાનો શિકાર બનાવી વેચી કાઢી હશે.?? શું આ કોઈ ગેંગ છે કે નહિ  એ પણ એક તપાસનો વિષય છે??   ત્યારે હવે તાપી જિલ્લાના આ  આદિવાસી પરિવારની દીકરીને ન્યાય ક્યારે મળે છે અને આદિવાસી સમાજના કયા અગ્રણીઓ આ દીકરીના હકની લડાઈ લડવા માટે આગળ આવે છે તેે જોવું રહ્યું??  હાલમાં તાપી જિલ્લા કલેકટર ભાર્ગવીબેન દવેને આ સમગ્ર ઘટના અંગે જાણ કરતા તેમને તાત્કાલિક ધોરણે કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે ત્યારે કાર્યવાહી કેટલી ઝડપી થાય છે તે પણ જોવું રહ્યું?? 

પત્રકાર: કીર્તન ગામીત , તાપી

Exit mobile version