શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
શહીદ દિન નિમિત્તે સવારે ૧૧.૦૦ કલાકે તાપી જિલ્લા સેવા સદન ખાતે બે મિનિટ મૌન પાળવામાં આવ્યું.
કલેકટર એચ.કે.વઢવાણિયા,જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડીયા,પ્રાંત અધિકારી સહિત વહીવટી તંત્ર તથા પંચાયત વિભાગના અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા.
વ્યારા-તાપી: ભારત દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે શહીદ વીરોએ પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે તેવા શહીદ વીરોની સ્મૃતિમાં ૩૦મી જાન્યુઆરી, ૨૦૨૨, રવિવારના રોજ શહીદ દિનની ઉજવણી કરવામાં આવી હતી.જે અંતર્ગત તાપી જિલ્લામાં આજે ૩૦-૦૧-૨૦૨૨, સવારે ૧૧.૦૦ વાગે સાયરન વગાડી બે મિનિટ મૌન પાળી સ્વદેશ માટે પ્રાણની આહુતિ આપનાર શહીદ વીરો પ્રત્યેનું ઋણ અદા કરવા અને શકય હોય તેટલા પ્રમાણમાં કામકાજની અને વાહન વ્યવહારની ગતિને બે મિનિટ પૂરતી બંધ રાખી મૌન પાળવામાં આવ્યું હતું. આ ઉપરાંત જિલ્લા સેવા સદનના જિલ્લા પંચાયત કચેરીના મુખ્ય ગેટ પાસે જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયા અને જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડીયા,પ્રાંત અધિકારી હિતેષ જોષી,જિલ્લા ગ્રામ વિકાસ નિયામક જે.જે.નિનામા, ચીટનીશ બી.બી.ભાવસાર,મામલતદાર દિપક સોનાવાલા,પંચાયત માર્ગ અને મકાન કાર્યપાલક ઈજનેર બી.એમ.બારોટ સહિત વહીવટી તંત્ર અને પંચાયત વિભાગના સૌ અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ દ્વારા સવારે ૧૧.૦૦ વાગે બે મિનિટ મૌન પાળી શહીદ વીરોને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી.