Site icon Gramin Today

વ્યારા નગરપાલિકા ચુંટણીમાં ભાજપની જીત: ૨૨ બેઠકો પર કબજો:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

વ્યારા નગરપાલિકામાં ભાજપની જીત જાહેર કરવામાં આવી હતી.  વ્યારા નગરપાલિકામાં ભગવો યથાવત્: 

વ્યારા તા.02- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો હવે સ્પષ્ટ થઈ ચુક્યા છે જેમાં વ્યારા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ બીજી વાર જીત હાંસલ કરી છે. વ્યારા નગરપાલિકાની કુલ- 7 બેઠકો ઉપર 16206 પુરૂષ અને 16471 સ્ત્રી મતદારો મળીને કુલ 32677 મતદારો નોંધાયા હતા. જેમાં કુલ 73.91 ટકા જેટલું મતદાન થયું હતું. તાપી જિલ્લાની એક વ્યારા નગરપાલિકાની ચૂંટણીમાં આજરોજ મતગણતરી શરૂ થતા ભાજપનો ભવ્ય વિજયનું પુનરાવર્તન થયું છે. નગરપાલિકાના કુલ 7 વોર્ડમાં ભાજપના 22 અને કોંગ્રેસના 6 ઉમેદવારો વિજેતા જાહેર થયા હતા. નોટા 203 મતો અને કુલ અમાન્ય મતો 10 નોંધાયા હતા જ્યારે 1 મત સુપરત થયો હતો.

Exit mobile version