Site icon Gramin Today

વિધવા બહેનો માટે લઈ જવાતી ગાયો ભરેલા વાહનો અટકાવનાર બજરંગ દળનાં સહ સંયોજક સામે ફરિયાદ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ,  24×7 વેબ પોર્ટલ સર્જન વસાવા 

તાપી જીલ્લા ના વ્યારા ની વિધવા બહેનો માટે લઈ જવાતી ગાયો ભરેલા વાહનો અટકાવનાર બજરંગ દળનાં સહ સંયોજક સામે ફરિયાદ નોંધાઈ;

નર્મદા જિલ્લામાં અવાર નવાર મૂંગા પશુઓની હેરાફેરી થતી હોવાનું જોવા મળ્યું છે જેમાં પોલીસે  બજરંગ દળ અને વિશ્વ હિંદુ પરિષદ નાં કાર્યકરો દ્વારા ગેરકાયદેસર જતા પશુ ભરેલા વાહનો અટકાવી ગુના પણ નોંધાયા છે ત્યારે હાલમાં ગાયો ભરેલ વાહન ને ગેરકાયદેસર અટકાવનાર બજરંગ દળ નાં સહ સંયોજક વિરૂદ્ધ ફરિયાદ થઈ છે.   

પ્રાપ્ત વિગતો અનુસાર ઉમેશભાઇ ક્રૃષ્ણભાઈ વળવી ઉ.વ-૨૫ રહે. કરોડ પટેલ ફળિયુ તા.ઉચ્છલ  જીલ્લો તાપી નાઓ એ આપેલ ફરિયાદ મુજબ તેઓ તથા તેની સાથેના સાહેદો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પાંજરા પોળ માંથી ગાયો જરૂરિયાતમંદ વિધવા બહેનોના આર્થિક ઉત્થાન માટે પશુપાલનના શુધ્ધ ઉછેર માટે ગુરૂકૃપા સ્વામિનારાયણ ટ્રસ્ટ સંચાલિત ગૌશાળા વ્યારા ખાતે લઇ જવા માટે પરમીટ તેમજ ગાયોના પરિવહન માટે પશુ-ડોક્ટરનુ ફીટનેશ  પ્રમાણપત્ર સાથે કાયદેસર રીતે લઇ જઇ રહેલ હતા, તે સમયે નર્મદા જિલ્લા બજરંગ દળ નાં સહ સંયોજક પ્રેમસીંગકુમાર અલેશભાઈ વસાવા રહે. સેલંબા તા. સાગબારા જી. નર્મદા નાઓ એ કોઈ પણ જાતથી સત્તા વગર ગાયો ભરેલી ગાડીઓને ગેર -કાયદેસર રીતે રોકી અવરોધ કરતા રાજપીપળા પોલીસે ગુનો દાખલ કર્યો છે.  

Exit mobile version