Site icon Gramin Today

વાંસદા તાલુકામાં વહેલી સવારે ભૂકંપ ના બે હળવા ઝટકા લાગતા લોકોમાં ભયનો માહોલ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ,  વાંસદા કમલેશ ગાંવિત 

વાંસદા તાલુકામાં વહેલી સવારે ભૂકંપ ના બે હળવા ઝટકા લાગતા લોકોમાં ભયનો માહોલ  : કોઈપણ જાનહાની અને માલમિલકતને નુકશાન થવાના સમાચાર પ્રાપ્ત થયા નથી, 

વાંસદા તાલુકામાં ૨.૮ની તીવ્રતા સાથે ભૂંકપનો આંચકો :  અગાઉ પણ અમારા વિસ્તારમાં   હળવા આંચકાઓ અનુભવાયા હોવાના સ્થાનિકોના દાવા..!!!

નવસારી જીલ્લાના  વાંસદા તાલુકા માં અનેક જગ્યાએ  વાંસદા નગર, હનુમાનબારી, ખાટા આંબા,ઘોડમાંલ, પિપલખેડ, ભીનાર, ઉનાઈ, કુરેલિયા, મોટીભમતી  સહિતનાં વિસ્તારોમાં ગુરુવારના રોજ સવારે 6.10 કલાકે અને 6.48 કલાકે  ભૂકંપ નો આંચકો આવતાં લોકોમાં ભય નો માહોલ ફેલાયો હતો, 
વાંસદા તાલુકાના વિવિધ ગામોમાં વરસાદની ધમાકેદાર શરૂઆત બાદ હવે બન્ને ડેમમાં ફૂલ પાણી હોય ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ હળવા  ભૂકંપના આંચકા આવવાના શરૂ રહેતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો આજે ગુરવાર ના સવારે 6.10 રોજ સવારે 6.48 કલાકે જોરદાર ધરતી ધ્રુજતા લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા,  આ ભૂકંપની તીવ્રતા 2.9 હોવાની હોવાની જાણકારી મળી હતી અવર નવર આવતા ભૂકંપના આંચકાને લઈને લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો આ ભૂકંપના આંચકાનો અનુભવ ઘોડમાળ , સુખાબારી , વાંસદા , ઉનાઈ, ભીનાર, કુરેલીયાં, મોટીભમતી , ઉમરકુંઇ સહિત અનેક વિસ્તારોના લોકો ને થયું હતું વાંસદા તાલુકામાં 2.9 ની તીવ્રતા સાથે ભૂંકપનો આંચકો હવે લોકો માં ડર ફેલાય રહ્યો છે, ત્યારે  જિલ્લા વહીવટીતંત્ર ધોરનિદ્રા માં નિદ્રાદીન હોય એમ લાગી રહ્યુ છે, અને આ બાબતે હજુપણ કોઈ સત્તાવાર માહિતી પ્રશિદ્ધ કરાય નથી. 

Exit mobile version