Site icon Gramin Today

વાંસદા તાલુકાના મીંઢાબારી ગામે કાવેરી નદીના પુલ પાસે થયો ગમખ્વાર અકસ્માત: એક નું દુઃખદ મરણ:  

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત 

વાંસદા તાલુકાના મીંઢાબારી ગામે કાવેરી નદીના પુલ પાસે થયો ગમખ્વાર અકસ્માત.                                     

તા.26/8/2021 ના રોજ વાંસદા તાલુકા નાં મીંઢાબારી ગામે કાવેરી નદીના પુલ પાસે જીવલેણ અકસ્માત થયો હતો. અકસ્માત ની જાણવા મળેલ વિગત મુજબ તા. 26/8/2021 ના રોજ બંસીધર દ્રોણાચાર્ય તિવારી મૂળ ઝારખંડ હાલ રહેવાસી આમલી સાંઈધામ સોસાયટી સેલવાસ..પોતાની મોટી બહેન રીમાદેવી અને બનેવી વિનોદ પાંડે તથા ભાણી ભાણજાઓ સહિતના પરિવાર સાથે વાંસદા તાલુકા નાં વાંસિયાતળાવ ગામે આવેલ સદાફલ દંડકવન આશ્રમ માં જન્મ જયંતી નિમિત્તે સેલવાસથી કાર્યક્રમ માં આવેલ. કાર્યક્રમ પતાવી સાંજે 4.30 કલાકે સેલવાસ  પરત જવા રવાના થયા હતા. રસ્તામાં ભાણેજ હરીઓમ પાંડે એ પેશાબ કરવાનું જણાવતા મીંઢાબારી ગામે કાવેરી નદીના પુલ પાસે પોતાની રીક્ષા થોભાવી હતી. અને ભાણેજ હરીઓમ પાંડે રોડ ક્રોસ કરીને પેશાબ કરવા જતો હતો.

તેવામાં ધરમપુર તરફથી પુરપાટ ઝડપે આવતી ટ્રક નંબર WB.23.D.9967 ની અડફટે હરીઓમ પાંડે આવી ગયો હતો. ટ્રક ની જોરદાર ટક્કર લાગતા હરીઓમ પાંડે રોડ પર પટકાતા માથા ના ભાગે થી ટ્રક નું વ્હીલ ફરી વળતાં હરીઓમ પાંડે નું ઘટના સ્થળ પર જ મોત નીપજવા હતું. ગામ લોકો ભેગા થઈ લાશને વાંસદા કોટેજ હોસ્પિટલમાં પહોચાડવા ની વ્યવસ્થા કરી હતી. લાશ ને પી.એમ.રૂમમાં મૂકી ભોગ બનનાર રીક્ષા ડ્રાયવર બંસીધર દ્રોણાચાર્ય તિવારી એ વાંસદા પોલીસ સ્ટેશન માં ટ્રક ચાલક ઈન્દ્રદેવકુમાર બોદાન ઉ.વ.29 રહે. બિહાર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. વાંસદા પોલીસ આગળ ની કાર્યવાહી હાથ ધરી છે. 

Exit mobile version