Site icon Gramin Today

વડોદરા જીલ્લામાં બુટલેગર દ્વારા મિડીયાકર્મીને ધાક-ધમકી આપતાં માહોલ ગરમાયો :

શ્રોત :  ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

વડોદરા તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં શેરખી થી કોયલી રોડ પર બુટલેગર બુધા માળી નામનો બુટલેગર દેશી દારૂની ફેક્ટરી ધમધમાવે છે,

વડોદરા જિલ્લામાં અને સિટીમાં જાણે બુટલેગરને કાયદાની બીક જ ન હોય તે પ્રકારે મીડિયાકર્મી પર હુમલાઓ કરી, કરાવી રહ્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વડોદરાના અનેક વિસ્તારમાં અગાઉ પણ મીડિયા કર્મીઓને ધાક ધમકી આપી હોય તેવા અનેક પત્રકાર આલમ માં ભારે રોષ જોવા મળ્યો છે,  ત્યારે જેમાં બુટલેગર્સ દ્વારા મીડિયાકર્મીઓને જાહેર રસ્તામાં ધાક ધમકી આપીને પોતાના પરિવાર દ્વારા આડકત્રી રીતે ફસાવીને ષડયંત્ર રચી ખોટા કેસમાં ફસાવવાનું હોવાનું કાવતરું રચાય રહયું છે. ત્યારે ફરી એકવાર વડોદરા વિસ્તારમાં બુટલેગરએ મિડીયાકર્મીને રસ્તામાં રોકીને કહી દીધું છે કે “જો અમારા ત્યાં વિડિયો કે ફોટા પાડવા તમે આવ્યા તો હું જાનથી મારી નાખીશ” તેવી  ધમકી એક પત્રકારને આપવાની ઘટના બહાર આવી છે, 

વડોદરા તાલુકા પોલીસ સ્ટેશન હદવિસ્તારમાં બુધા માળી ખુલ્લે આમ દેશી દારૂની ફેક્ટરી કોના આશીર્વાદ થી ધમધમાવી રહ્યો છે, તે પોલીસ માટે તપાસ નો વિષય.

અગાઉ પણ ખાનગી સોશિયલ મીડિયા માં 31/08/2022ના રોજ બુધા માળી ની દેશી દારૂ પરની ભઠ્ઠી ના સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા, ત્યારબાદ તે બુધામાળી ની ભઠ્ઠી પર પોલીસ દ્વારા પ્રોહિબિશન એક્ટ મુજબ ફરિયાદ કરવામાં આવી હતી, ત્યારબાદ બુધા દ્વારા થોડા સમય માટે તે દેશી દારૂની ફેક્ટરી બંધ કરવામાં આવી હતી, ત્યારબાદ કોના આશીર્વાદથી આ દેશી દારૂની ફેક્ટરી ફરી ધમધમી રહી છે.? 

જો આવી જ રીતે બુધા માળી ની ફેક્ટરી ધમધમતી રહેશે તો ફરી એકવાર તાલુકા માં લઠ્ઠા કાંડ થાય તો નવાઈ નહીં અને જો આ લઠ્ઠા કાંડ થાય તો આનો જવાબદાર કોણ ? 

પોલીસ કે પછી બુટલેગર બુધો તે પણ એક સવાલ છે..!!

ગતરોજ એક મીડિયા કર્મી દ્વારા બુધા ની દેશી દારૂની ભઠ્ઠી નું સ્ટીગ ઓપરેશન કરતા બુધા તેમજ તેના પરિવાર દ્વારા તે પત્રકાર પર જીવલેણ હુમલો કરતા પત્રકાર દ્વારા 19/9/2022 ના રોજ વડોદરા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પત્રકાર સાથે બનેલી ઘટના સંદર્ભે લેખિતમાં પત્રકારોના સંગઠનો અને વડોદરા NPA ના પત્રકાર સંગઠન સાથે રાખી અરજી કરવામાં આવી છે, 

વડોદરા તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા બુટલેગર બુધા માળી પર પ્રોહિબિશન એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવશે કે પછી આવી જ રીતે બુધો માળી ખુલ્લેઆમ દેશી દારૂની ભઠ્ઠીઓ ચલાવશે તે તો આવનારો સમય જ બતાવશે. 

Exit mobile version