Site icon Gramin Today

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિને લાલ બહાદુર શાસ્ત્રી તળાવ ખાતે નિર્મિત નરેન્દ્ર મોદી વનમાં ૭૧ હજાર વૃક્ષોના વાવેતર:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ,
દેશનાં લોકલાડીલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૧ માં જન્મદિવસે અમદાવાદના લાલ બહાદુર શાસ્ત્રી તળાવ ખાતે નિર્મિત નરેન્દ્ર મોદી વનમાં ૭૧ હજાર વૃક્ષોના વાવેતરના કાર્યક્રમમાં ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સહભાગી થયા હતા.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૧ માં જન્મદિવસે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર રાજ્યમાં પાછલા દિવસો થી  અનેક કાર્યક્રમોનું અને નમોથોન  દોડનું તથા  સેવાકીય પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે, 
ત્યારે દેશનાં લોકલાડીલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૧ માં જન્મદિવસે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ‘મિશન મિલિયન ટ્રીઝ’ અભિયાન અંતર્ગત જાપાનીઝ મીયાવાકી પધ્ધતિથી આ ૭૧,૦૦૦ વૃક્ષોના ઉછેરનું આયોજન કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે વૃક્ષારોપણ કરીને પ્રકૃતિપ્રેમનો સંદેશ આપ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના નગરો-મહાનગરોમાં વધુમાં વધુ વૃક્ષો વાવીને પર્યાવરણ જળવાય અને શુદ્ધ પ્રાણવાયુ મળે તે માટે ગ્રીન કવર વધારવાની નેમ વ્યક્ત કરી હતી. સમગ્ર કાર્યક્રમ અમદાવાદ મ્યુનિસિપલ દ્વારા યોજાયો હતો. 
Exit mobile version