Site icon Gramin Today

રિસાઈ ને ઘરે થી નીકળી ગયેલ કિશોરીને તેના પરિવારને સોંપતા મહિલા હેલ્પલાઇન ટીમ:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ,  વાંસદા કમલેશ ગાંવિત 

રિસાઈ ને ઘરે થી નીકળી ગયેલ કિશોરી ને તેના પરિવાર ને સોંપતા 181મહિલા અભ્યમ્  હેલ્પલાઇન ટીમ નવસારી.

આજરોજ મોડી રાતે વાંસદાથી મહિલા મોરચાના બહેન ૧૮૧ પર કોલ કરી જણાવેલ કે વાંસદા બસ સ્ટેન્ડમાં મોડી રાતે એક ૧૭ વર્ષની યુવતી બેસી રહેલ છે જેને મદદની જરૂર છે જેથી મદદ કરો પરંતુ તે યુવતીને પોલીસ સ્ટેશનમાં બેસાડવા જણાવેલ ૧૮૧ ટીમ પહોચીં વિગતે પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ એલિસા( નામ બદલેલ છે ) વલસાડ પોતાની નાની તથા બે બહેનો સાથે રહે છે મારી માતા નાનપણથી બીજા સાથે ભાગી ગઈ છે મારા પિતા વ્યસની છે જેથી અમારી દેખભાળ મારા ફોઈ કરતાં હતાં પરંતું તેઓનુ પણ આકસ્મિક મૃત્યુ થયેલ છે મારા મામા મામી પણ નાની નાની વાતોને લઈને ઝઘડા કરે છે બે દિવસ પહેલાં મારા પિતા ઘરે આવી મને મોબાઈલ ફોનને લઇ ને ઝઘડા કરેલ જણાવેલ કે તારો ફોન ભાંગી નાખીશ ઘરે કામ કરતી નથી આખો દિવસ ફોન લઈ બેસી રહે છે નાનીએ પણ તુ અજાણ્યા લોકો સાથે વાત કરે છે અને મને આ વાતને લઈને માઠું લાગી જતાં હું ઘર છોડી સાપુતારા જવા ૩ વાગ્યે નીકળેલ ત્યાં હું હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી હતી જયાં હું ૧૦ ધોરણમાં ફેલ થયેલ જેથી હું પરીક્ષા આપીશ અને ત્યાં હોસ્ટેલમાં રહીશ પરંતુ રસ્તામાં ખબર પડી કે જેનો અભ્યાસ ચાલુ હોય તેઓ જ ત્યાં રહી શકે છે વાંસદા પહોંચતા મોડું થઈ ગયેલ જેથી બસ મળે તેમ નથી હું રડતી હતી મને એકલી જોય ત્યાંના લોકો એ ૧૮૧ પર કોલ કરેલ છે એલિસાના નાની સાથે ફોન પર વાત થયેલ હું તેને લેવા આવી શકું તેમ નથી જેથી ૧૮૧ નવસારી ટીમ તથા વલસાડ ટીમ દ્વારા એલિસાને સમજાવેલ ગુસ્સામાં આવીને આવી રીતે નીકળી ના જવાય અને તેની નાની ને પણ સમજાવેલ કે તેની ભૂલ થઈ ગયેલ છે જેથી મોડી રાત્રે એલિસા તેમના નાનીને સોપેલ છે જેથી નાનીએ ૧૮૧ ટીમનો આભાર માનેલ છે.

Exit mobile version