Site icon Gramin Today

રામગઢ અને રાજપીપળાને જોડતો નવો બનાવેલો પુલ વચ્ચેથી બેસી પડ્યો!

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

રાજપીપળા કરજણ નદી કિનારે આવેલો રામગઢ અને રાજપીપળા ને જોડતો હમણાં જ નવો બનાવેલો પુલ વચ્ચે થી બેસી પડ્યો!

તકલાદી બાંધકામ સામે ઉઠ્યા સવાલો..?

બન્ને સાઇડથી વચ્ચેથી બેન્ડ થઈ ગયેલા પુલના તકલાદી કામની તપાસ કરવાની ઉઠી માંગ: 

રાજપીપળા ખાતે આવેલ કરજણ નદી ઉપર હમણાં થોડા વખત પહેલા સામે પાર આવેલ રામગઢ ગામ અને રાજપીપળાને જોડતો કરજણ નદી ઉપર નવો પુલ બનાવ્યો બનાવ્યો હતો. જે ટૂંકા ગાળામાં જ વચ્ચેથીઆજે અચાનક બેન્ડ વળી ગયો હતો. અને વચ્ચેથી જેથી બેસી ગયેલો દેખાતો હતો. બંને સાઇડના કાંગરા પણ તૂટી ગયાં. હતા. જોકે આ પુલ જોખમી બન્યો હોય પુલ ઉપરથી લોકો અને વાહનચાલકો દોડી રહ્યા છે. જે અત્યન્ત જોખમી છે. આ પુલ ગમે ત્યારે બેસી જાય કે તૂટી પડે કે કોઈ મોટી હોનારત સર્જાય કે જાનહાની થાય તે પહેલા પુલને તાત્કાલિક અસરથી બન્ને સાઈડથી બંધ કરી દેવો જોઈએ. જો કોઈ જાન હાનિ થશે તો તેના માટે તંત્ર જવાબદાર ઠરશે. અહીં તાત્કાલિક સિક્યોરિટી મુકવાની પણ જરુરુ છે. 

લોકોની અવર-જવર બંધ કરવી જોઈએ અને તાત્કાલિક સમારકામ કરવું જોઈએ. જોકે આ પુલના તકલાદી બાંધકામની પોલ બે ચાર મહિનામાં જ ખુલી ગઈ છે ત્યારે સરકારે કરોડોના ખર્ચેકરજણ નદી ઉપર તૈયાર કરેલો પુલ આજે અત્યંત જોખમી સાબિત થયો છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે આ પુલ નું લોકાર્પણ જ઼ થયું નથી !અને તેનું લોકાર્પણ કર્યા વગર જ આ પુલ ખુલ્લો મૂકી દેવાયો હતો.તેની પાછળ નું ગણિત પણ લોકોને સમજાયું નથી. આ પુલ શરૂ થયા પછી લોકોપુલ ઉપરથી આવન જાવન કરે છે.જો આ પુલ પરથી ભારે વાહનો પસાર થશેતો આ પૂલનેમોટું નુકશાન થવાની શક્યતા છે.ત્યારે પહેલા તો આ પુલને અને બંને સાઈડથી તાત્કાલિક અસરથીબંધ કરી દેવાની જરૂર છે. અહીંયા સીકયોરીટી પણ મુકવાની પણ તાતી જરૂર છે. જો કઈમોટું નુકશાન થશે તો તે માટે તંત્ર જવાબદાર રહેશે. આજે પણ બેરોકટોક વાહનો દોડી રહ્યા છે. શુ તંત્ર પુલ તૂટી પડે અને મોટી હોનારત સર્જાય તેની શું રાહ જોઈ રહ્યું છે ?

 અત્રે ઉલ્લેખનીય છે કે આ પુલના બાંધકામ નું કામ કઈ એજન્સી અને ક્યાં કોન્ટ્રાક્ટર ને આપવામાં આવ્યું હતું?તેમણે આ તકલાદી કેવી કામગીરી કરી છે? તેની તાત્કાલિક તપાસ થવી જોઇએ. અને કોન્ટ્રાક્ટરો અને એજન્સી સામે કાયદે સરના પગલા લેવા જોઈએ. તેમજ તેની સામે તમામ ખર્ચ વસુલ કરાવી પુલનું સમારકામ કરાવવું જોઈએ. 

અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા નદીને કિનારે પોઇચા પુલ પણ આવી જ રીતે તકલાદી હોય વારંવાર સમારકામ કરવામાં આવી રહ્યું છે. ત્યારે નર્મદા જિલ્લામાં બનતા પુલોના કામો તકલાદી કામો થઇ રહ્યા છેતેના આ પુલો બોલતા પુરાવા છે.

સાંસદ મનસુખભાઈ વસાવા ભ્રષ્ટાચાર થાય છે ત્યારે તેમની સામે અવાજ ઉઠાવે છે.ત્યારે સાંસદ મનસુખ ભાઈ પોતેઆ પુલની મુલાકાત લે અને નિરીક્ષણ કરે. તેમજ આ પુલ બેસી કેવી રીતે ગયોતેની તાત્કાલિક તપાસ કરાવેઅને જવાબદારો સામેકાયદેસર ના પગલાં લેવડાવે તેવી પણ લોકમાંગ ઉઠવા પામી છે.

Exit mobile version