Site icon Gramin Today

રાજ્યકક્ષાના મંત્રી, નર્મદા જિલ્લાનાં પ્રભારી મંત્રીશ્રી બચુભાઈ ખાબડ સાથે સરપંચોની બેઠક:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, સર્જનકુમાર વસાવા.  નર્મદામાં વિકાસકામોનું સફળ આયોજન, રાજ્યકક્ષાના મંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી બચુભાઈ ખાબડ સાહેબનાં અધ્યક્ષ સ્થાને જીલ્લાનાં સરપંચો સાથે બેઠક: જલ્દી માંગણીઓ સ્વિકારવા આપી ખાત્રી!

 રાજ્યકક્ષાના મંત્રી તેમજ નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી બચુભાઈ ખાબડ સાહેબ તેમજ છોટાઉદેપુર લોકસભાના સાંસદ સભ્ય શ્રીમતી.ગીતાબેન રાઠવા સાહેબના અધ્યક્ષ સ્થાને નર્મદા જિલ્લાની ગ્રામ પંચાયતોના વિકાસના કામો તેમજ ગુજરાત પેટર્નના કામોનું આયોજન કરવામાં આવ્યું, અને ગ્રામ પંચાયતોના મનરેગાના વિકાસના કામો બાબતે જિલ્લાની ગ્રામ પંચાયતોના સરપંચશ્રીઓ જોડે તેમના પ્રશ્નો ઓ નો જે જિલ્લા પંચાયતો દ્વારા ઈ-ટેન્ડરીંગ પ્રક્રિયા જે બહાર પાડવામાં આવી છે તે તાત્કાલિક ધોરણે રદ થાય અને જે વિકાસના કામો છે એ દરેક વિકાસના કામો જિલ્લાની ગ્રામ પંચાયતોના નેજા હેઠળ થવા જોઈએ એવી જિલ્લાના તમામ સરપંચશ્રીઓએ ગત દીવસોમાં સરકાર પાસે  માંગણી કરી હતી  અને એ માંગણીઓનું વહેલી તકે સુખદ નિરાકરણ આવે તેવી રાજ્ય કક્ષાના મંત્રીશ્રી તેમજ નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી બચુભાઈ ખાબડ  તેમજ છોટાઉદેપુર મત વિસ્તારનાં  લોકસભાના સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવાએ  જિલ્લાના તમામ સરપંચશ્રીઓ વિકાસના કામોનું ખૂબ જ વહેલી તકે સુખદ નિરાકરણ આવશે એમ જણાવ્યું હતું.

Exit mobile version