Site icon Gramin Today

માંડવી તાલુકાના વાઘનેરા ગામના સરસ્વતીબેન ચૌધરી ગુમ થયાં ની ફરિયાદ નોંધાય :

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, માંડવી 

માંડવી તાલુકાના વાઘનેરા ગામના સરસ્વતીબેન ચૌધરી ગુમ થયાં ની ફરિયાદ નોંધાય:

કોઈ અગમય કારણોસર વાઘનેરા ગામના સરસ્વતીબેન ચૌધરી ઘરે થી ચાલ્યા ગયા છે અને પરત ન આવતાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે.

જે કોઈને પણ ભાળ મળે તેમણે પોલીસ સ્ટેશન અને પરિવાર ને જાણ કરવાં કરવામા આવી નમ્ર વિનંતી.

માંડવી તાલુકાના વાઘનેરા ગામના વતની સરસ્વતીબેન ધર્મેશભાઈ કાનજીભાઈ ચૌધરી રહેવાસી વાઘનેરા જેઓ તારીખ 21-10 2022 ના રોજ સમય સવારે 11 થી11. 30 કલાક દરમિયાન ગુમ થયેલની માહિતી પ્રાપ્ત થઇ છે.

 રહે. વાઘનેરા નહેર ફળિયાના તાલુકા માંડવી ખાતે રહેતા સરસ્વતીબેન ધર્મેશભાઈ કાનજીભાઈ ચૌધરી ઉંમર વર્ષ 36 જે શરીરે મજબૂત બાંધો રંગ ગોરો ઊંચાઈ આશરે ૫. ૪ ઇંચ જેઓ શરીરે લીલા કલરનો પંજાબી ડ્રેસ તથા કેસરી જેવા કલરનો પાયજામાં પહેરેલ છે. તથા પગમાં ચંપલ પહેરેલ છે જેઓ ગુજરાતી તથા આદિવાસી ભાષા જાણે છે. જે ઘર થી કોઈને પણ કંઈ પણ જાણ કર્યા વગર અગમ્ય કારણોસર ચાલ્યા ગયેલ છે. અને ઘરે પરત પાછા ફરેલ નથી. જેથી ગુમ થવા પામેલ છે આ અંગેની જાણ ધર્મેશભાઈ કાનજીભાઈ ચૌધરી દ્વારા  સ્થાનિક પોલીસ તંત્રમાં કરવામાં આવેલ છે. પોલીસ તંત્ર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી.

પત્રકાર : ઈશ્વરભાઇ સોલંકી

Exit mobile version