બ્રેકીંગ ન્યુઝ

માંગરોળ મામલતદાર કચેરીમાં એ.સી.બી.ની સફળ ટ્રેપ: ૨૫ હજારની લાંચ લેતાં મામલતદાર ઝડપાયા!

ફરીયાદીએ જમીન માપણી માટે આ કામના આરોપીને રૂબરૂ મળતા તેમણે જમીનની માપણી કરાવવા સારૂ ઓર્ડર કાઢવા માટે પહેલા એક લાખની લાંચની માંગણી કરેલ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ,માંગરોળ

માંગરોળ મામલતદાર કચેરીમાં એ.સી.બી.ની સફળ ટ્રેપ: ૨૫ હજારની લાંચ લેતાં મામલતદારને ઝડપી પાડ્યા. સમગ્ર કચેરીમાં ચર્ચાનો માહોલ!

સુરત જીલ્લાનાં માંગરોળ તાલુકા  મામલતદાર કચેરીમાં આજે તારીખ ૧૬ મી જુલાઈના રોજ  સુરત ગ્રામ્ય એ.સી.બી.એ ટ્રેપ ગોઠવતાં માંગરોળના મામલતદાર મંગુભાઈ એમ. વસાવા ૨૫ હજાર રૂપિયાની લાંચ લેતાં, મામલતદાર કચેરીમાં જ સુરત ગ્રામ્યની, એ.સી.બી.ટીમે ઝડપી પાડી ૨૫ હજાર  રૂપિયાની રીકવરી પણ  એ.સી.બી.ટીમે કરી છે,એક જાગૃૃૃત નાંગરિકની ફરિયાદ ને આધારેે એ.સી.બી.એ આ કામના ફરીયાદીના મિત્રની જમીનની માપણી કરાવવાની હોય આ કામના ફરીયાદીએ જમીન માપણી માટે આ કામના આરોપીને રૂબરૂ મળતા આ કામના આરોપીએ જમીનની માપણી કરાવવા સારૂ ઓર્ડર કાઢવા માટે પહેલા એક લાખની લાંચની માંગણી કરેલ:

ફરીયાદી – એક જાગૃત નાગરિક

આરોપી – મંગુભાઇ મોહનભાઇ વસાવા, મામલતદાર અને એક્ઝીકેટીવ મેજીસ્ટ્રેટ, વર્ગ -૨
તા.માંગરોલ, જી.સુરત

રહે. એ/૨૯, પ્રમુખપાર્ક સોસાયટી વેલકમ નગર સોસાયટી પાસે, ગડખોલ પાટીયા, અંકલેશ્ર્વર જી.ભરૂચ

ગુનો બન્યા – તા: ૧૬/૦૭/૨૦૨૦

લાંચની માંગણીની રકમ :- રૂપિયા ૨૫,૦૦૦/-

લાંચ સ્વીકારેલ રકમ :- રૂપિયા ૨૫,૦૦૦/-

લાંચની રીકવર કરેલ રકમ :- રૂપિયા ૨૫,૦૦૦/-

ગુનાનુ સ્થળ : મામલતદાર અને એક્ઝીકેટીવ મેજીસ્ટ્રેટની કચેરી, તા.માંગરોલ, જી.સુરત

ગુનાની ટુંક વિગત :-
આ કામના ફરીયાદીના મિત્રની જમીનની માપણી કરાવવાની હોય આ કામના ફરીયાદીએ જમીન માપણી માટે આ કામના આરોપીને રૂબરૂ મળતા આ કામના આરોપીએ જમીનની માપણી કરાવવા સારૂ ઓર્ડર કાઢવા માટે પહેલા એક લાખની લાંચની માંગણી કરેલ બાદ રકઝકના અંતે પંચોત્તેર હજારની લાંચની રકમની માંગણી કરેલ અને જમીન માપણી અંગેની અરજી આપવા આવો ત્યારે રૂ.૨૫૦૦૦/- આપવા જણાવેલ. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, સુરત ગ્રામ્ય એ.સી.બી. પો.સ્ટે. નો સંપર્ક કરી ફરીયાદ આપતા જે આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરતા, છટકા દરમ્યાન આ કામના આરોપીએ ફરીયાદી સાથે રૂબરૂ વાતચીત કરી લાંચની રકમની માંગણી કરી સ્વીકારી પકડાય જઇ ગુનો કર્યો વિગેરે બાબત.

ટ્રેપીંગ અધિકારી :- શ્રી આર.કે.સોલંકી, પોલીસ ઇન્સ્પેક્ટર સુરત ગ્રામ્ય એ.સી.બી પો.સ્ટે. અને એ.સી.બી. સ્ટાફ

સુપર વિઝન અધિકારી :- શ્રી એન.પી.ગોહિલ, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ, સુરત

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है