Site icon Gramin Today

માંગરોળ તાલુકા કોગ્રેસ સમિતિ દ્વારા સાવચેતીનાં ભાગરૂપ મામલતદારને આવેદનપત્ર:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, માંગરોળ કરુણેશભાઈ 

કંપનીના કર્મચારીઓનાં આરોગ્ય બાબતે ઘોર બેદરકારી સામે આવી  સાથે જ અનેક ગામો સામે કોરોના સંક્રમણનું જોખમ! 

માંગરોળ તાલુકા કોગ્રેસ સમિતિ એ મામલતદારને આપેલું આવેદનપત્ર:તાલુકાનાં તરસાડી ગામે ચાલતી પીરામલ ગ્લાસ કંપનીને તાત્કાલિક ધોરણે બંધ કરાવો: પચાસ કામદારો કોરોનાં માં સપડાયા છતાં સાવધાનીના કોઈ નક્કર પગલાં લેવાયાં નથી!  તંત્ર અને કંપનીની બેદરકારી ઉઘાડી થઇ? પીરામલ ગ્લાસ કંપની કોરોના સંક્રમણનું કેન્દ્ર ન બને તે પહેલાં યોગ્ય પગલાં લેવાં કાર માંગ:

સુરત જીલ્લાનાં માંગરોળ તાલુકા ખાતેનાં  તરસાડી-કોસંબા વિસ્તારમાં પીરામલ ગ્લાસ નામની કંપની કાર્યરત છે, આ કંપનીમાં ત્રણ પાળીમાં આશરે સાડા ચાર થી પાંચ હજાર જેટલાં કામદારો આજે પણ અહી  કામ કરે છે, જેમાંથી મોટે  ભાગનાં કર્મચારીઓ માંગરોળ અને હાંસોટ તાલુકાનાં ગામોમાંથી અવરજવર કરતાં હોય  છે, કોરોનાની મહામારી શરૂ થઈ પછી આ કંપનીએ પોતાનો  એક પ્લાન્ટ બંધ કર્યો હતો, તે ઉપરાંત કંપનીના  બાકીનાં પ્લાન્ટ હાલમાં પણ કાર્યરત છે, કંપનીમાં ફરજ બજાવતાં કામદારોમાંથી અંદાજે પચાસ જેટલા કામદારો કોરોનાની ચપેટમાં આવી ગયા છે, છતાં કંપની તરફથી તકેદારીના ભાગ રૂપે કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી, સાથે જ જે કામદારો કોરોનાની લપેટમાં આવ્યા છે એ કામદારો જે ગામનાં છે એ ગામની પ્રજામાં ભય ઉભો થવા પામ્યો છે, આ કંપનીને હાલમાં બંધ કરી દેવામાં આવે, કંપનીની સાફસફાઈ કરી સેનેટાઇઝર કરવામાં આવે એવી માંગ સાથે આજરોજ  માંગરોળ તાલુકા કૉંગ્રેસ સમિતિએ માંગરોળના ઇન-ચાર્જ મામલતદારને ઉપરોક્ત વિગતો વાળું આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે.

Exit mobile version