Site icon Gramin Today

માંગરોળના શાહ ગામે પ્રેમ પ્રકરણમાં યુવતીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી:

શ્રોત :  ગ્રામીણ ટુડે ન્યુઝ, સુરત નલીનભાઇ 

માંગરોળના શાહ ગામે પ્રેમ પ્રકરણમાં યુવતીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી.

યુવકના ઘરે પહોંચેલી યુવતીને ઘરે લઈ આવ્યા બાદ આત્મહત્યા કરી.

માંગરોળ તાલુકાના શાહ ગામે ગામના જ એક યુવક સાથે બે વર્ષથી પ્રેમસંબંધ ધરાવતી યુવતી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

માંગરોળ તાલુકાના શાહ ગામના મોવડી ફળિયામાં રહેતી સરિતાબેન સન્મુખભાઇ વસાવા આ જ ગામના એક યુવક નીતિનભાઈ નરીનભાઈ વસાવા સાથે બે વર્ષથી પ્રેમસંબંધ ધરાવતી હતી જેથી પ્રેમ સંબંધ ધરાવતો યુવક યુવતીને અપનાવી લઇ લગ્ન કરે એવા અરમાનથી યુવતી રાત્રિના સમયે યુવક નિતીનના ઘરે પહોંચી ગઇ હતી.આ સમયે યુવતીની બેન કૈલાસબેન અને સુમિત્રાબેન બંને નિતીનના ઘરે પહોંચી ગઇ હતી અને સરીતાબેનને સમાજના રીતરિવાજ મુજબ તારા લગ્ન નિતીન સાથે કરાવીશું એવું કહી સમજાવી સરિતાને પરત પોતાના ઘરે લઈ આવી માતા પાર્વતીબેનને સોંપી હતી પરંતુ આ બાબતે પોતાની સાથે અન્યાય થઈ રહ્યો હોવાનું મનમાં લાગી આવતા યુવતી સરિતાએ રાત્રી દરમિયાન ઘરમાં ઓઢણી વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.યુવતીની આત્મહત્યાને લઈ અનેક સવાલો ઉઠી રહ્યા છે અને પંથકમાં અનેક જાતની ચર્ચાઓ ચાલી રહી છે.પરંતુ હાલમાં માંગરોળ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Exit mobile version