Site icon Gramin Today

મધ્યાહન ભોજન સંચાલકને જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસે ફરિયાદ નોંધી ગુનો દાખલ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

રીગાપાદર પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન સંચાલકને જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસે ફરિયાદ નોંધી ગુનો દાખલ કર્યો;

એમ.ડી.એમ.સંચાલકને ધમકી આપનાર આરોપીની ધરપકડ કરવાના પોલીસે ચક્રો ગતિમાન કર્યા;

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના રીગાપાદર ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન સંચાલક તરીકે ફરજ બજાવતા વિરસિંગભાઈ વસાવાને જાનથી મારી નાખવાની ધાક ધમકીઓ આપતા ડેડીયાપાડા પોલીસે ફરિયાદ દાખલ કરી ગુનો નોંધી કાયદેસરની વધુ આગળની તપાસ કાર્યવાહી હાથ ધરી છે

પ્રાપ્ત માહિતી મુજબ ડેડીયાપાડા તાલુકાના રીગાપાદર ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન સંચાલક તરીકે વિરસિંગભાઈ તારસિગભાઈ વસાવા ફરજ બજાવી રહ્યાં છે તેઓ તા.૨૧/૧૨/૨૦૨૧ના રોજ તેમના નાના ભાઈ જયસિંગભાઈ વસાવા સાથે પોતાની મોટર સાયકલ પર ડેડીયાપાડા બજાર કામે જતાં હતાં તે સમય દરમિયાન તેમના ગામની પ્રાથમિક શાળા પાસે રસ્તામાં આરોપી મહેન્દ્રભાઈ માકતભાઈ વસાવા ફરિયાદીને મળેલ હતો અને તેના હાથમાની લાકડી લઈ આવીને ફરિયાદીની ફેટ પકડી બોલાચાલી કરીને કહેવા લાગેલ કે ગામની સ્કુલમાં છોકરાઓને ખવડાવવા આવતો નહિ અને સ્કુલની આજુબાજુમાં ફરકતો નહિ અને ગામની સ્કુલમા મધ્યાહન ભોજન સંચાલકની નોકરી કરવા આવ્યો તો ઢોર માર મારીશ અને ગામના કોઈ પણ કામો કરતો નહિ બાકી તારૂ મોતજ છે અને રસ્તામા ગમે ત્યારે એકલો મળતો ના એકલો મળ્યો તો જાનથી મારી નાખીશ તેમ કહે ફરિયાદીને જાનથી મારી નાખવાની ધાક ધમકીઓ આપતા ડેડીયાપાડા પોલીસે આરોપી મહેન્દ્રભાઈ માકતાભાઈ વસાવા રહે.રીગાપાદર,તા.ડેડીયાપાડા, જિ.નર્મદા વિરુદ્ધ પોલીસ સ્ટેશનના ગુના રજીસ્ટરમાં આઈ.પી.સી.ની કલમ-૩૨૩,૫૦૪,૫૦૬ (૨) મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની વધુ આગળની તપાસ કાર્યવાહી હાથ ધરીને આરોપીની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Exit mobile version