Site icon Gramin Today

બેસ્ટ ડિસ્ટ્રિક્ટ ડેવલોપમેન્ટ ઓફિસર એવોર્ડ ની મળેલી રકમ ડાંગના વિકાસ કામો માટે અર્પણ કરતા ‘આત્મા’ નિયામકશ્રી એચ.કે.વઢવાણીયા:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા

‘બેસ્ટ ડિસ્ટ્રિક્ટ ડેવલોપમેન્ટ ઓફિસર એવોર્ડ’ ની મળેલી રકમ ડાંગના વિકાસ કામો માટે અર્પણ કરતા ‘આત્મા’ નિયામક શ્રી એચ.કે.વઢવાણીયા

આહવા: ‘ગુડ ગવર્નન્સ દિન-તારીખ ૨૫મી ડિસેમ્બર’ ના દિવસે રાજ્ય સરકાર દ્વારા સને ૨૦૧૭/૧૮ના વર્ષ માટેનો ‘બેસ્ટ ડિસ્ટ્રિક્ટ ડેવલોપમેન્ટ ઓફિસર એવોર્ડ’ (ટ્રાયબલ કેટેગરી), ડાંગના તત્કાલિન જિલ્લા વિકાસ અધિકારી અને હાલમા રાજ્યના ‘આત્મા’ નિયામક તરીકે ફરજ બજાવતા શ્રી એચ.કે.વઢવાણીયાને મળવા પામ્યો છે.

દરમિયાન આ પારિતોષિક રૂપે સન્માન પત્ર અને ₹ ૪૦ લાખનુ વિશેષ ભંડોળ રાજ્ય સરકાર દ્વારા શ્રી એચ.કે.વઢવાણીયાને એનાયત કરાયુ હતુ. શ્રી વઢવાણીયાએ અનુદાનની આ રકમ ડાંગ જિલ્લાના વિકાસ કામો માટે ખાસ ગાંધીનગરથી આહવા પધારી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિત, જિલ્લા કલેકટર શ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજા, તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.વિપીન ગર્ગને અર્પણ કરી હતી.

Exit mobile version