Site icon Gramin Today

બામણામાળ નજીક ગામની સીમમાં આંબિયા ગામ તરફ જતાં રસ્તે થયો અકસ્માત: બે આશાસ્પદ યુવાનોના મૃત્યુ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વ્યારા કીર્તનકુમાર

તાપી જિલ્લાનાં વ્યારા તાલુકાના બામણામાળ નજીક ગામની સીમમાં આંબિયા ગામ તરફ જતાં રસ્તે આજરોજ તારીખ ૨૯મી ઓકટોબરના રોજ સવારે 9:30 કલાકે ગોઝારો અકસ્માત થવા પામ્યો હતો તેમાં બે આશાસ્પદ યુવાનોનાં ઘટના સ્થળે મરણ થવા પામ્યું હતું 

તાપી: પ્રાપ્ત માહિતી મુજબ બામણામાળ નજીક ગામની સીમમાં આંબિયા ગામ તરફ જતાં રસ્તે આજરોજ તારીખ ૨૯મી ઓકટોબરના રોજ સવારે 9:30 કલાકે થયેલ અકસ્માત માં  ( ૧ ) દર્પણભાઇ સતીષભાઇ ચૌધરી રહે, આંબીયા ગામ કંટોલ ફળીયુ તા.વ્યારા જી.તાપી ( ૨ ) જૈનિલભાઇ જીગ્નેશભાઇ ચૌધરી રહે, કેળકુઇ ગોડાઉન ફળીયુ તા.વ્યારા જી.તાપી બંનેએ હેલ્મેટ પહેર્યા વગર કેળકુઇ ગામથી બજાજ કંમ્પનીની એવેન્જર મોટર સાયકલ રજી નં. GJ 26 – JH – 2876 ઉપર બેસીને આંબીયા ગામે જતા હોય ત્યારે મોજે – બામણામાળનજીક ગામની સીમમાં આંબીયા ગામ તરફ જતા રોડ ઉપર સામેથી ટાટા કંમ્પનીની હાઇવા ડમ્પર રજી નં . GJ.03 – BT – 2711 ના ચાલકે પોતાના કબ્જાનું ડમ્પર પુર ઝડપે અને બેફિકરાઇથી ગફલતભેર વાહન ચલાવીને એવેંજર મો.સા. ને અડફેટે લઇ મો.સા.ને રોડ ઉપર ટક્કર મારી બાઇક સવાર બંને યુવકોને માથામાં ગંભીર ઇજા કરી મોત નિપજાવી ટ્રક ચાલક ટ્રક મુકી ફરાર થઇ  ગયો હતો.

જે અંગે વ્યારા પોલીસે રસીકભાઈની ફરિયાદ આધારે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ગુનાની વધુ તપાસ વ્યારા પોલીસ મથકનાં PI. આર.એસ.પટેલ કરી રહ્યાં છે.

Exit mobile version