Site icon Gramin Today

બરડીપાડા રેન્જમાંથી ૧૬ નંગ સાગી ચોરસા સાથે ટવેરા ગાડી કબ્જે કરતુ વન વિભાગ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા

બરડીપાડા રેન્જમાંથી ૧૬ નંગ સાગી ચોરસા સાથે ટવેરા ગાડી કબ્જે કરતુ વન વિભાગ:

ડાંગ, આહવા: ઉત્તર ડાંગ વન વિભાગના બરડીપાડા રેન્જના ખોખરી ગામની સીમમાથી, ગેરકાયદેસર રીતે સાગી લાકડાની તસ્કરી કરી કેટલાક ઇસમો તેને ટવેરા ગાડીમા ભરી રહ્યા હોવાની બાતમી, સ્થાનિક વન વિભાગને મળવા પામી હતી.

બાતમીના આધારે બરડીપાડાના વન અધિકારીઓ તથા વનકર્મીઓએ તાત્કાલિક સ્થળ ઉપર ઘસી જઈ, ખોખરી થી શિરિશપાડા તરફ જતા રસ્તા ઉપર ગત રાત્રિના ૮:૪૦ વાગ્યાના સુમારે સાગી લાકડા ભરેલી ટવેરા ગાડી નંબર-GJ05 CH 9347 નજરે પડી હતી. અંધારાનો લાભ લઈ તસ્કરો ગાડી છોડીને પલાયન થઈ ગયા હતા.

ગાડીની તપાસ કરતા તેમાથી ૧૬ નંગ સાગી ચોરસા (૦.૭૫૩ ઘનમીટર) કે જેની અંદાજિત કિંમત રૂ।.૫૦,૦૦૦/- તથા ટવેરા ગાડીની કિંમત રૂ।.૨.૦૦ લાખ મળી કુલ રૂ।.૨.૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી, વન વિભાગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વલસાડ વન વર્તુળના મુખ્ય વન સંરક્ષક શ્રી મનેશ્વર રાજાના માર્ગદર્શન હેઠળ, અને ઉત્તર ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી અગ્નિશ્વર વ્યાસના નેતૃત્વ હેઠળ રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી સતિષ પરમાર તથા તેમના ચુનંદા વનકર્મીઓ સર્વશ્રી એન.એમ.ચૌહાણ, એચ.કે.ચાવડા, તથા ડી.એસ.હળપતિ વિગેરે લાકડા ચોરોનો બદઈરાદો નકામયાબ બનાવ્યો છે.

ઉલ્લેખનિય છે કે, પુષ્પા ફિલ્મને રવાડે ચડીને રીલ અને રિયલ લાઇફનો તફાવત વિસરી, પોતાનો જીવ જોખમમા મુક્તા તસ્કરોને કોઈ પણ સંજોગે સાંખી નહિ લેવાય તેમ જણાવતા વન અધિકારીઓએ, હોળી/ધુળેટીના તહેવારો સહિતઆગામી દિવસોમા વધુ સતર્કતા સાથે લાકડા ચોરો ઉપર સિકંજો કસવામા આવશે, તેમ જણાવ્યુ હતુ.

Exit mobile version