Site icon Gramin Today

પોલીસ મહાનિરીક્ષકશ્રી વડોદરા વિભાગનાઓ ધ્વારા ભરૂચ પોલીસ હેડ કવાટર્સ ખાતે કાર્યરત જીમનુ ઉદઘાટન કરવામાં આવ્યું:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,ભરૂચ સુનિતા રજવાડી

કોવીડ-૧૯ ના હાલ ચાલી રહેલ સંજોગોમાં પોલીસ માનસીક અને શારીરીક થાક અનુભવતા હોય છે, જેથી પોલીસ અધિકારીશ્રીઓ /કર્મચારીઓ તંદુરસ્ત રહી સ્વાથ્ય જાળવી અનેક રોગોથી દુર રહી શકે, તે હેતુસર ભરૂચ જીલ્લા પોલીસ હેડ કવાટર્સ ખાતે કાર્યરત જીમમાં દહેજ ખાતેની બિરલા કોપર કંપનીના મહત્વના યોગદાન દ્વારા તથા અદાણી કંપનીના સહયોગથી અત્યાધુનીક સાધનો વિકસાવી જીમનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું, જેનું ઉદઘાટન આજ રોજ શ્રી હરીકૃષ્ણ પટેલ પોલીસ મહાનિરીક્ષકશ્રી, વડોદરા વિભાગ વડોદરાનાઓના વરદ હસ્તે શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા પોલીસ અધિક્ષક તથા શ્રી વિકાસ સુંડા ASP, શ્રી જે.એસ. નાયક નાયબ પોલીસ અધિક્ષકશ્રી, મુખ્ય મથક ભરૂચ તથા શ્રી જે.એન.ઝાલા પોલીસ ઇસ્પેકટર એલ.સી.બી.નાઓની ઉપસ્થિતમાં કરવામાં આવ્યુ હતુ.

Exit mobile version