Site icon Gramin Today

પુખ્ત વયના નાગરિકોને ડ્રાઈવ કરતાં પહેલાં વહેલી તકે લાયસન્સ મેળવી લેવા માટે જિલ્લા તંત્ર દ્વારા ખાસ અનુરોધ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24X7 વેબ પોર્ટલ

તાપી જિલ્લા જાહેરજનતા જોગ: 

જો આપ ટુવ્હીલર અને ફોર વ્હીક્લ કે કોઈપણ ભારે વાહન ચલાવો છો તો આ સંદેશ આપનાં માટે કામ ના  છે, 

તાપી જિલ્લાના તમામ ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવાની લાયકાત ધરાવતાં નાગરિકોને વહેલી તકે લાયસન્સ મેળવી લેવા માટે જિલ્લા તંત્ર દ્વારા ખાસ અનુરોધ:

વ્યારા: તાપી જિલ્લાની માર્ચ – ૨૦૨૩માં યોજવામાં આવેલ જીલ્લા માર્ગ સલામતિ સમિતિની બેઠકમાં તાપી જિલ્લામાં વાહનોની સંખ્યાની સરખામણીમાં લાયસન્સ ધારકો ઓછા હોવાનુ સમિતિને ધ્યાને આવેલ છે. જેથી માર્ચ- ૨૦૨૩ પછી ચેકીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોઇ તાપી જિલ્લાના તમામ ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવાની લાયકાત ધરાવતાં નાગરિકોને લાયસન્સ મેળવવા માટે જિલ્લા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

લાઇસન્સ મેળવવી અંગે જરૂરી માહિતી:
મોટર વાહન અધિનિયમ – ૧૯૮૮ની કલમ – ૪ મુજબ મોટરસાઈકલ વીથ ગીયર અને ફોર વ્હીલ લાયસન્સ મેળવવાની ઉંમર ૧૮ વર્ષ છે. પાકુ લાયસન્સ મેળવવા માટે સૌ પ્રથમ જે ક્લાસનું લાયસન્સ લેવું છે તે ક્લાસનું લર્નિંગ લાયસન્સ મેળવવું જરૂરી છે. લર્નિંગ લાયસન્સ તાપી જિલ્લામાં આવેલ ૬ આઇ.ટી.આઇ અથવા ૧ પોલિટેકનિકમાંથી મેળવી શકાશે. લર્નિંગ લાયસન્સ મેળવવાં ઓનલાઈન એપ્લીકેશનની પ્રક્રિયા કરી ઓનલાઈન ફી ભરી જે તે આઇ.ટી.આઇ અથવા પોલિટેકનિકમાં ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લઈ નિર્ધારિત તારીખ અને સમયે જવાનુ રહેશે. લર્નિંગ લાયસન્સના કોમ્યુટર ટેસ્ટમાં ૧૫ પ્રશ્નો હશે જે પૈકી ૧૧ ના સાચા જવાબ આપવાથી લર્નિંગ લાયસન્સ ઈસ્યુ કરવામાં આવશે. લર્નિગ લાયસન્સની અવધિ છ માસ ની હોય છે લર્નિંગ લાયસન્સ ઈસ્યુ કરવાના ૩૦ દિવસ બાદ આર.ટી.ઓ. કચેરી ખાતે ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકાશે. ડ્રાઇવિંગનો ટેસ્ટ સફળતાથી પૂર્ણ કરવાથી પાકુ લાયસન્સ ઈસ્યુ કરવામાં આવશે.

લર્નિંગ લાયસન્સ મેળવવા માટે આઇ.ટી.આઈ. તેમજ પોલિટેકનિકની વિગત:

(1) આઇ.ટી.આઇ વાલોડ, મુ. વાલોડ, ઇદગાહ ફળિયા, બારડોલી રોડ, તા વાલોડ,જિ.તાપી,

(2) આઇ.ટી.આઇ વ્યારા- મુ.પો.ઈન્દુ, કાકરાપર રોડ, તા-વ્યારા,

(3) આઇ.ટી.આઇ ઉકાઇ, લાલ ટેકરી, B/H જીવન સાધના શાળા, પો. ઉકાઈ તા સોનગઢ,

(4) આઇ.ટી.આઇ નિઝર, સંગીતા નગર સોસાયટીની પાછળ, નિઝર,

(5) આઇ.ટી.આઇ ડોલવણ, પાટીકુવા એપીએમસી માર્કેટ ડોલવણ,

(6) આઇ.ટી.આઇ, ઉચ્છલ,મન્નેકપુર પો.સ્ટે. સુંદરપુર તા. ઉચ્છલ,

(7) ગવર્નમેન્ટ પોલીટેકનીક વ્યારા, સરકારી પોલીટેકનીક, વ્યારા સરકારી ટેકનીકલ સંસ્થા કેમ્પસ, માળીવાડ, વ્યારા, તાપી

વધુમાં જણાવવાનુ કે લાયસન્સ વગર ગાડી ચલાવનારને મોટર વાહન અધિનિયમની કલમ ૧૮૦ અન્વયે ટુ વ્હીલર માટે રૂપિયા ૨૦૦૦ અને અન્ય ગાડી માટે રૂપિયા ૩૦૦૦ તેમજ કલમ ૧૮૧ અન્વયે ટુ વ્હીલર માટે રૂપિયા ૨૦૦૦ અને અન્ય ગાડી માટે રૂપિયા ૩૦૦૦ ના દંડની જોગવાઈ કરવામાં આવેલ છે.
તેમજ વાહન ચલાવતાં પહેલાં ગાડીની સ્થિતિ બરાબર ચેક કરવી, ટુ વ્હીલર ચલાવતાં સમયે હેલ્મેટ પહેરવું, ફોર વ્હીલર ચલાવતી વખતે સીટબેલ્ટ બાધવા, ગાડીનો ઇન્સ્યોરન્સ અપ ટુ ડેટ રાખવા, પી.યુ.સી સમયસર કઢાવવા ખાસ અનુરોધ કરવામાં આવે છે. ગાડી ચલાવતા સમયે ટ્રાફિકના નિયમોનુ ચુસ્ત પણે પાલન કરવા તમામ નાગરિકો અનુરોધ કરવામાં આવે છે.

નોંધવુ રહ્યું કે, જો અરજદાર પહેલાંથી લાયસન્સ ધરાવે છે તો આઈ.ટી.આઈ. કે પોલીટેકનીકમાંથી ફેશ લર્નીંગ લાયસન્સ મેળવવાની જરૂર રહેતી નથી. તે જ લાયસન્સના આધારે નવું લર્નિંગ લાયસન્સ મેળવી શકાશે. ઉપરાંત લર્નિંગ લાયસન્સ મેળવવાની કે લાયસન્સ માટે કોઈ પણ પ્રકારની સેવા માટે https://sarathi.parivahan.gov.in વેબસાઈટ વિઝીટ કરી શકાશે એમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે.

Exit mobile version