શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
ડેડીયાપાડા ગ્રામ પંચાયત કચેરીના પ્રાંગણમાંથી કર્મચારીની મોટરસાઇકલ ની ચોરી ડેડીયાપાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ:
રોજની માફક ઓપરેટર પોતાના કામમાં વ્યસ્ત થઈ જતાં કોઈ પાર્ક કરેલી બાઈક ચોરી જતાં યાં ભૂલ થી લઈ ગયાં તે ખબર ન પડતાં આખરે પોલીસ નો લીધો સહારો:
પ્રાપ્ત વિગત અનુસાર ડેડીયાપાડા ગ્રામ પંચાયતમાં ઓપરેટર તરીકે નોકરી કરતા સતિષભાઈ જામલિયાભાઈ વસાવા રહે.પટેલ ફળિયા ખોખરાઉમર નાઓ ની હીરો સ્પ્લેન્ડર મોટરસાઈકલ નંબર GJ-22-K-9956 કિંમત રૂપિયા આશરે 20,000 ડેડીયાપાડા ગ્રામ પંચાયતના શેડ નીચે સ્ટેરિંગ લોક કરી પાર્કિંગ કરેલી હતી. ત્યાંથી તારીખ 7-5-2021 ના રોજ 10:45 થી 2:00 બપોરના સમય દરમ્યાન કોઈ ચોર દ્વારા તેઓની મોટરસાઈકલ ચોરી જતા સતિષભાઈ જામલિયાભાઈ વસાવા નાઓ દ્વારા ડેડીયાપાડા પોલીસ મથકે તારીખ 13/5/2021 ગુરુવારના રોજ ફરિયાદ નોંધાવી હતી, ફરીયાદ ની જાણ મુજબ ડેડીયાપાડા પોલીસ એક્સનમોડ માં આવી ચોરી નો ભેદ ઉકેલવા ચક્રોગતિમાન કર્યા છે, વધુ તપાસ પોલીસ કરી રહી છે.