Site icon Gramin Today

પારડી તાલુકાના ખેરલાવ અને વિવિધ ગામોમાં વિના મુલ્યે આયુર્વેદીક દવાનું વિતરણ:

શ્રોત: ગ્રામીણ ટુડે વલસાડ પ્રતિનિધિ.

દેશમાં ચાલી રહેલ  કોવિડ-19 મહામારીને લઈ વલસાડ જીલ્લાનાં પારડી તાલુકાના તથાં ખેરલાવ આજુબાજુનાં અનેક ગામોમાં સમગ્ર લોકોની સુખાકારી, સ્વાસ્થ્ય ને ધ્યાનમાં રાખી આજ રોજ ડૉ. પ્રતિકભાઈ પટેલ તેમજ જનસેવા ગ્રુપ તરમાલીયા અને ભાજપ યુવામોરચા ઉપપ્રમુખ અને સામાજિક કાર્યકર મંયકભાઈના પ્રયત્નોથી પારડી તાલુકાના ખેરલાવ ગામ તથાં વિવિધ વિસ્તારોમાં જયારથી કોવિડ-19 ની મહામારી ચાલી રહી છે. ત્યારથી એ રોગ સામે રક્ષણ મળી રહે એવાં  હેતુથી રોગ પ્રતિકારક શક્તિ વર્ધક દવાનું થયું વિતરણ;

 

તરમાલીયા ગામના ડૉ. પ્રતિકભાઈ પટેલ તેમજ જનસેવા ગ્રુપ તરમાલીયા દ્વારા ભારે જહેમત ઉઠાવી ભારત સરકાર ના આયુષ મંત્રાલય દ્વારા સુચિત કરવામા આવેલ સંસમવટી નામની  ગોળી જાતે તૈયાર કરી તેમજ નિરામય આયુર્વેદ હોસ્પિટલ સુરતના વૈદ્યરત્નમ ડોક્ટર સંદીપ પટેલ દ્વારા બનાવેલ રોગ પ્રતિકારક શક્તિ વર્ધક દરેક પ્રકારના વાઇરલ ઇન્ફેક્શન સામે રક્ષણ આપનાર કોરોવીલ ટેબલેટ કે જે વિશ્વના 112 દેશમાં જોટા હેલ્થ કેર દ્વારા પહોંચડવામાં આવી રહી છે,  વધુમાં વધુ લોકો સુધી  આ કોરોવીલ ટેબલેટ પોહચે અને લોકોની  રોગ પ્રતિકારક શક્તિ વધે. જેથી કોરોના  મહામારી સંક્રમિતનાં થવાય એ દિશામાં એક સમાજહીતમાં કામગીરી કરી. વિનાં મુલ્યે સેવા પહોંચાડી ખુબ જ સારૂં યોગદાન પુરું પાડયું. સેવા બદલ લોકોએ આભાર વ્યકત કર્યો હતો.

Exit mobile version