Site icon Gramin Today

નેશનલ હાઇવે નંબર 753B પર બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

ડેડીયાપાડા અને સાગબારા નેશનલ હાઇવે નંબર 753B પર બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો ડ્રાઈવર ને હેમખેમ બહાર કાઢવામાં આવ્યો હતો;

અકસ્માત ઘટનાની જાણ મુજબ ડેડીયાપાડા અને સાગબારા નેશનલ હાઇવે નંબર 753B પર બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 ક્લીનર 1 ડ્રાઈવર ને તાત્કાલિક 108ને જાણ કરી સારવાર માટે પોહચાડવામાં આવ્યા હતા. જેમાં ગાડી નંબર GJ 10 Z 9620 ના ટ્રક ચાલક ને હેમખેમ જેસીબી તેમજ અન્ય ટ્રક દ્વારા ડેડીયાપાડા પોલીસ જવાનો તેમજ રાહદારીઓ ની મદદ થી બહાર કાઢી 108 ની મદદે સારવાર કરવા માટે  મોકલી દેવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર ડેડીયાપાડા તરફ થી સાગબારા રોડ પર જતી ટ્રક નંબર GJ 10 Z 9620 અને સાગબારા રોડ તરફ થી ડેડીયાપાડા રોડ તરફ આવતી ટ્રક નંબર MH 19 Z 6159 આ બન્ને વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં મળતી માહિતી અનુસાર ટ્રક નંબર GJ 10 Z 9620 નો ડ્રાઇવર નું સારવાર દરમ્યાન મોત થઈ જવા પામ્યું હતું.

Exit mobile version