Site icon Gramin Today

નાનીનરોલી ગામે હુરેન ફાર્મ હાઉસમાં જુગારધામ 9 શખ્સોને ઝડપી લાખોનો મુદ્દામાલ જપ્ત:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, માંગરોળ કરુણેશભાઈ

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાનાં નાની નરોલી ગામે “હુરેન ફાર્મ હાઉસ”માં રેડ કરી જુગાર રમતા 9 શખ્સોને પોલીસે ઝડપી લઇ  રૂપિયા  6,78,630નો મુદ્દામાલ જપ્ત કર્યો.
સુરત જિલ્લા પોલીસને હુરેન ફાર્મ હાઉસમાં ગંજી પાનાનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સુરત  જિલ્લા પોલીસની ટીમે રેડ કરી હતી. ASI મહેન્દ્ર અને ટીમે બાતમીનાં સ્થળે હુરેન ફાર્મ હાઉસ ઉપર રેડ કરતાં જુગાર રમતા જ ૯ વ્યક્તિઓને પકડી પાડયા હતા. તેઓના નામ ઠામ પુછતા (૧) જુબેરભાઈ આદમભાઈ પટેલ ઉ.વ. ૩૮ રહે. લિંબાયત સુરત મુળ રહે. જનોર તા.જી.ભરૂચ (૨) સઈદભાઈ યુનુસ મેમણ ઉ.વ.૩૪ રહે. હાંસોટ અંકલેશ્વર (૩) રફીકભાઈ કલંદર શૈખ ઉ.વ.૩૯ લિંબાયત સુરત મુળ રહે. અમલનેરા જી.જલગાઉ (૪) ઈદ્રીશભાઈ યુસુફ કડવા ઉ.વ.૪૬ કઠોર મુળ રહે. વાંકલ બજેટ ફળીયું માંગરોળ (૫) રાહુલભાઇ રાજુ પાટીલ ઉ.વ.૨૬ ઉધના લીમબાયત સુરત મુળ રહે. માલેગાંવ (૬) ધર્મેન્દ્રભાઈ માંગરોળીયા ઉ.વ.૨૭ સીમાડા સુરત, મુળ રહે. જેસીંગપરા તા.જી.અમરેલી (૭) જલાલબાપુ હુસેનબાપુ સૈયદ ઉ.વ.૫૦ રહે. ભાગ્યોદય સોસાયટી અંકલેશ્વર (૮) મોહમદ તોફીક મો. હબીબ શૈખ ઉ.વ.૩૩ ઉધના યાર્ડ સુરત મુળ રહે.ધુલીયા (૯) શકીલ અફજલ શૈખ ઉ.વ.૨૮ ચૌટા નાકા અંકલેશ્વર નાઓને જગ્યા ઉપર પકડી તપાસ કરતા રોકડા રૂ. ૧,૨૪,૩૩૦, નાલના રૂ.૩,૮૦૦ ત્યાર બાદ અંગ ઝડતી કરતા ૮ મોબાઇલ મળી આવ્યા હતાં જેની કિંમત ૫૦,૫૦૦ તેમજ જુગાર રમવા માટે આઈ ટ્વેન્ટી  કાર ઉપયોગમાં લેવામા આવી હતી જેની કિંમત ૫૦૦૦૦૦ મળી કુલ ૬,૭૮,૬૩૦ નો મુદ્દામાલ સાથે પકડી પાડયા હતાં.

Exit mobile version