Site icon Gramin Today

નર્મદા જિલ્લામાં આજે આજે રેકોર્ડ બ્રેક સૌથી વધારે 37કેસ બે દિવસ માં 58 કેસો નોંધાતા ફફડાટ:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જન કુમાર

નર્મદા જિલ્લામાં આજે આજે રેકોર્ડ બ્રેક સૌથી વધારે 37કેસ બે દિવસ માં 58 કેસો નોંધાતા ફફડાટ: આરોગ્ય વિભાગ આવ્યું હરકતમાં,

જિલ્લામા પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા 2223 થઇ રાજપીપલા માં આજે 16કેસ નોંધાયા;

નર્મદા જિલ્લામાં આજે આજે રેકોર્ડ બ્રેક સૌથી વધારે 37કેસ નોંધાયા છે. ગઈ કાલના 21કેસ સાથે બે દિવસ માં 58 કેસો નોંધાતા ફફડાટ ફેલાયો છે,

નર્મદા જિલ્લામાં સતત વધતા જતા કેસો ને કારણે કેસો ને કારણે નર્મદા જિલ્લામાં આજે કોરોના કેસોનો કૂલ આંકડો 2223પર પહોચ્યો છે. આજે એકજ દિવસ માં 37 કેસો નોંધાયા છે,

COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસર ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ કોરોના વાયરસના જિલ્લામાં આજે વધુ 37કેસ નોંધાયા છે. 

જેમા નાંદોદ તાલુકામા 11 કેસ,ગરુડેશ્વર તાલુકામાં 02,તિલકવાંડા તાલુકામાં 03,ડેડીયાપાડા તાલુકામાં 02,સાગબારા તાલુકામાં 03અને સૌથી વધારે રાજપીપલા માં આજે 16કેસ નોંધાયા હતા. 

તાલુકાવાર આંકડા જોતા નાંદોદ તાલુકામા 11 કેસમાં ગોપાલપુરા 01,સિસોદરા 04,ઓરી, નવાપુરા. માંગરોળ, ભુછાડ માં એક એક કેસ અને વડિયામાં 02કેસ નોંધાયા છે. જયારે ગરુડેશ્વર તાલુકામાં 02 કેસ માં કોઠી અને કેવડિયા ખાતે એક એક કેસ અને તિલકવાંડા તાલુકામાં 03 કેસમાં દેવળીયા, સાહેબપુરા અને જેતપુર ખાતે એક એક કેસ તથા ડેડીયાપાડા તાલુકામાં 02 કેસમાં સેજપુર અને કાબરી પઠાર ખાતે એક એક કેસ તથા સાગબારા તાલુકામાં 03કેસમાં મકરણ, પાંચ પીપરી અને ઉભારીયા ખાતે એક એક કેસ તેમજ રાજપીપલાના આજે 16કેસ માં શુકલશેરી, ટેકરા પોલીસ લાઈન, વીસાવાગા, હરસિધ્ધિ મંદિર ખાતે એક એક કેસ, રજપૂત ફળીયા 02અને નવાપરા 03 તથા પાયગા પોલીસ લાઈન, ભટવાડા મંદિર, ચન્દ્ર વીલા જલારામ સોસાયટી, રામેશ્વર બઁગલો, રાજપીપલા માં એક એક કેસ નોંધાયા છે. 

જયારે કોવિડ હોસ્પિટલમાંથી36દર્દી સાજા થતા રજા આપાઈ છે જયારે સાજા થયેલા જિલ્લામાં આજદિન સુધી કોવીડ હોસ્પિટલમાંથી સાજા થયેલા 1143 દરદીઓ, કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા 916 દરદીઓ સહિત કુલ-2059 દરદીઓને રજા આપવામાં આવી છે.

આજે RTPCR ટેસ્ટમાં 79અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં 615 સહિત કુલ 694ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે. પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લા આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-49852 વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના 22દરદીઓ, તાવના 27 દરદીઓ, ઝાડાના 12 દરદીઓ સહિત કુલ-61જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી 1001170 લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી 904209 લોકોને વિતરણ કરાઇ છે.

Exit mobile version