શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
દેડીયાપાડા અને સાગબારાના તાલુકાના ખેડૂતોના ખાતામાં ૨૦૦૦/- રૂપિયા જમા થશે એવી લાલચ આપી છેતરપિંડી કરતી ગેંગ સક્રિય બની છે ખેડૂતોએ સાવધાન રહેવાની જરૂર છે. ચીટરો અવનવા કીમીયાઓ ચલાવીને આદિવાસી પ્રજાને લુટી રહ્યા છે, ઘણાં કિસ્સામાં સ્થાનિક લોકોનો ઉપયોગ કરીને માસ મોટી રકમ ભેગી કરી રાતોરાત રફુ ચ્ચકકર થઇ જાય છે,
દેડીયાપાડા અને સાગબારા તાલુકામાં છેલ્લા દશ પંદર દિવસથી ખેડૂતોના ખાતામાં ૨૦૦૦/-રૂપિયા જમા કરાવવાની લાલચ આપી ૫૦૦ થી ૭૦૦/-રૂપિયા પડાવી ખાલી ખાલી ફોર્મ ભરાવી ઉઘરાણું કરનારી ગેંગ સક્રિય બની છે અને અભણ, અજ્ઞાન, અને ભોળા આદિવાસીઓને ગેરમાર્ગે દોરી ખેડૂતોનું નામ જમીનના ઉતારામાં , નકલોમા ના હોવા છતાં રૂપિયાં બે હજાર તમારા ખાતામાં જમા થશે તેમ કહીને આદિવાસીઓ સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે, એવી આ બે તાલુકામાં આદિવાસીઓની બૂમો સાભળવા મળે છે, સરકારની આવી કોઈ યોજના અમલમાં નથી સરકારની યોજના હોય તો તે મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, તલાટી કમ મંત્રી દ્વારા ખેડૂતોને જાણ કરવામાં આવે છે, અને તેમના દ્વારા તેનો અમલ થતો હોય છે માટે આ બે તાલુકામાં ખેડૂતોએ કોઈપણ સહાયના નામે લેભાગું વ્યક્તિ કે સંસ્થા કે સંઘઠનનાં નામે લાલચ આપવાં વાળા લોકો થી સાવચેતી રાખવાની જરૂર છે,અત્રે ઉલ્લેખનીય છે કે દેડિયાપાડા અને સાગબારા તાલુકામાં વિવિધ યોજનાઓ અને સ્કીમો બતાવીને લોભ લાલચ આપી છેતરપિંડી આદિવાસીઓ સાથે થઈ રહી છે નકલી ચીજવસ્તુઓ નકલી બિયારણો પધરાવાવાની અને ઉંચુ વ્યાજ આપવાની યોજનાઓ અંતર્ગત કેટલાય આદિવાસી સાથે છેતરપિંડી કરવાના બનાવો બન્યા છે. હવે આદિવાસી લોકોએ આ બાબતે જાગૃતિ લાવવાની બહુ જરૂર ઉભી થઇ છે.