Site icon Gramin Today

નજીવી બાબતે મોટાભાઈને માથામાં ફટકા મારી મોતને ઘાટ ઉતારતો નાનો ભાઈ! આરોપી ફરાર: 

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

નર્મદા જીલ્લાનાં દેડીયાપાડા તાલુકાનાં ભરાડા (ખાબજી) ગામે બનેલો બનાવ.

જમવાનું બનાવવા જેવી નજીવી  બાબતે મોટા સગા ભાઈને માથામાં ફટકા મારી મોતને ઘાટ ઉતારતો નાનો ભાઈ! આરોપી ફરાર 

નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના ભરાડા ગામના નિશાળ ફળિયા ખાતે પોતાના ઘરે પિતા પોતાના બંને દીકરા માટે જમવાનું બનાવતા હતા ત્યારે મોટા દીકરા એ તમો જમવાનું સારુ બનાવતા નથી અને બાફેલું ખવડાવો છો તેમ કહી ગાળો બોલતા નાના દીકરાએ પિતાજી ને કેમ ગાળો બોલે છે તેમ કહેતા બંને ભાઈઓ વચ્ચે ઝઘડો થતાં નાના ભાઈ એ મોટા ભાઈ ને માથા ભાગે મારતા મોટાં ભાઈનું ઘટના સ્થળે  મોત થઈ ગયું હતું.

રવિવારની  સાંજે  ૬.૩૦ વાગે મોજે. ભરાડા (ખાબજી)ગામે,નિશાળ ફળિયાનાં  ફરિયાદી ચૈતરભાઈ ખીમજીભાઈ વસાવા ઉમર.વર્ષ. ૪૫ના નાના દિકરા ઉમેશભાઈ  થતા હોય અને મરણ જનાર સુનિલભાઈ ઉમર વર્ષ ૨૫ના ઓ  ફરિયાદીના મોટા દીકરા થતા હોય અને ગત સાંજે  ફરિયાદી પોતાના બંને દીકરાઓ માટે પોતે  જમવાનું બનાવતા હોય જે બાબતે મરણ જનાર તમો સારું બનાવતા નથી અને બાફેલું ખવડાવો છો તેમ કહી ગાળો બોલતા હોય જેથી આરોપીએ ઉમેશે મરણ જનાર સુનીલને કહ્યુકે તું  પિતાજીને કેમ ગાળો બોલે છે? તેમ કહેતાં બન્ને ભાઈઓ વચ્ચે ઝઘડો થયેલો જેથી આરોપી  ઉમેશ નાનો ભાઈ એકદમ ઉશ્કેરાઇ જઇ પોતાના હાથમાંના કોઈ હથિયાર વડે મરણ જનાર ના માથા ના જમણા કાનની નજીક ઉપરા ઉપરી બે ત્રણ ઘા કરી માથામાં ગંભીર પ્રકારની ઈજા થતાં મરણ જનાર સુનીલ ભાઈ વસાવાનું સ્થળ ઉપર મોત નિપજાવી ખૂન કરી નાખ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ નજીકના પોલીસ મથકે કરવામાં આવતાં આરોપી વિરુદ્ધ ઈ.પી.કો.૩૦૨,૫૦૪ મુજબ ગુનો નોધીને અગાઉની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામનાં આરોપી ઉમેશ હજુપણ પોલીસ પકડ થી દુર!

Exit mobile version