શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર, સાગબારા પ્રકાશભાઇ
મહારાષ્ટ્રના મોરખી ગામેથી ફુલહારનો પ્રસંગ પતાવી પરત ફરતી વેળા દેવમોગરા – અમીયારના જંગલ માર્ગે માથા મોવલી પાસે પિકઅપ ટેમ્પો પલ્ટી ખાતા બેનાં કરૂણ મોત;
15 થી વધુ ઘાયલોને વધુ સારવાર અર્થે રાજપીપલા ખસેડવામાં આવ્યા:
સાગબારા ના સીમામલી ગામના નવી વસાહતના રહીશો પિકઅપ ટેમ્પો લઈને મહારાષ્ટ્રના મોરખી ગામે ફુલહાર વિધિના પ્રસંગે ગયા હતા ત્યાંથી પરત ફરતી વખતે ટેમ્પો પલ્ટી ખાતા ઘટના સ્થળે બે ના કરુણ મોત થવા સાથે 15 થી વધુ ઘાયલ થતા સારવાર અર્થે સાગબારા ખસેડવામાં આવ્યા હતા . જેમાં ઘાયલોને વધુ સારવાર અર્થે રાજપીપલા સિવિલમાં ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ તાલુકાના સિમઆમલી ગામના નવી વસાહતના 20 જેટલા રહીશો પિકઅપ ટેમ્પો લઈને મહારાષ્ટ્રના મોરખી ગામે ફુલહાર કરવા ગયા હતા ત્યાંથી પ્રસંગ પતાવી પરત ફરતી વખતે દેવમોગરા થી અમીયાર ના જંગલના ટૂંકા માર્ગે માથા મોવલી પાસેના ઢોળાવ પાસે ટેમ્પો ચાલાક કે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા ટેમ્પો પલ્ટી ખાતા ઘટના સ્થળે બે યુવતીઓ સાયનાબેન ભામતાભાઈ વસાવા ઉં વર્ષ 18 અને મનીષાબેન કકડીયા વસાવા ઉં વર્ષ 23નું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું, જયારે ટેમ્પોમાં સવાર અન્ય 15 જેટલા લોકોને ગંભીર ઇજા ઓ થતા સારવાર અર્થે પ્રથમ સાગબારા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે અને ત્યારબાદ વધુ સારવાર અર્થે રાજપીપલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ટેમ્પો પલ્ટી ખાતા એક સાથે બે યુવાન યુવતીઓના કરુણ મોત થતા સીમઆમલી ગામે શોક નું વાતાવરણ ઊભું થવા પામ્યું હતું.
ઘટના સંદર્ભે વસંત વગારીય વસાવાએ સાગબારા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ipc કલમ 279, 304(અ), 337, 338 તેમજ મોટર વહીકલ એકટ કલમ 66(1), 192(અ), 184, 177 મુજબ નો ગુનો દાખલ કરી પીએસઆઇ કે એલ ગળચર વધુ તપાસ ચલાવી રહ્યા છે.ત્યારે ટેમ્પો ચાલાક હાલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે. તેમજ ફુલહાર વિધિ માટે ટેમ્પો લઇ જનારાઓ પણ હાલ સિમઆમલી ગામ છોડી ફરાર થઈ ગયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.