Site icon Gramin Today

દેડીયાપાડા પોલીસ સ્ટેશનનાં ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડયો:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

દેડીયાપાડા પોલીસ સ્ટેશનનાં ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડયો;

નર્મદા જીલ્લાના તેમજ આજુ-બાજુ ના જીલ્લાના તેમજ રાજય બહારના નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા સારૂ સૂચના મળતા, તેઓના રહેણાક સ્થાનો તથા ખાનગી બાતમીદારોથી ઝડપી પાડી અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવાની સુચના કરતા મળતા પેરોલ-ફર્લો સ્કોડના પો.સ.ઈ. એમ. આર. તડવી નાઓએ જીલ્લાના ગુનાના કામે નાસતા ફરતા આરોપીઓની કેસ ડાયરીઓનો અભ્યાસ કરી ટેકનિકલ સર્વેલન્સ તેમજ ખાનગી બાતમીદારથી બાતમી મેળવી આરોપીઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી અને પેરોલ-ફર્લો સ્કોર્ડના પોલીસ સ્ટાફના માણસો દ્વારા દેડીયાપાડા પોલીસ સ્ટેશન પાર્ટ-સી ગુ.ર.નં.૧૧૮૨૩૦૦૪૨૦૦૮૩૯/૨૦૨૦ પ્રોહી એક્ટ કલમ-૬૫ એ,ઈ,૮૧,૯૮(૨) મુજબના નાસતા-ફરતા આરોપી ફૂલસીંગભાઈ દવલીયાભાઇ તડવી રહે, ચાપડી તા-અક્કલકુવા, જી નંદુરબાર નાને ખાનગી બાતમી આધારે કણજી ગામ, તા-દેડીયાપાડા, જી-નર્મદા ખાતેથી પકડી પાડી આગળની કાર્યવાહી કરવા સારૂ દેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં સોપવામાં આવી છે.

 

Exit mobile version