Site icon Gramin Today

દેડીયાપાડા પોલીસે ૬ જુગારીયાઓને જુગારના મુદ્દામાલ સાથે પકડી પાડયા:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

દેડીયાપાડા પોલીસે ૬ જુગારીયાઓને જુગારના મુદ્દામાલ સાથે પકડી પાડયા;

દેડીયાપાડા પોલીસ સ્ટેશન ના પો.સબ.ઇન્સ. એ.એસ.વસાવા તથા પોલીસ સ્ટાફના માણસો સાથે પોસ્ટ હાજર હતા. તે દરમ્યાન અ.હે.કો.મોતીરામ ભાઇ સંજયભાઈ બ.નં.૭૮૦ નાઓને ખાનગી રાહે બાતમીદાર થી બાતમી મળેલ કે દેડીયાપાડા થાણા ફળીયુ, હાટ બજાર ચોકડી પાસે રહેતા નિતેશભાઇ ગંભીરભાઇ વસાવા નાઓ દેડીયાપાડા થાણા કળીયુ હાટબજાર ચોકડી પાસે આવેલ કાચા ઝુંપડામાં વરલી મટકાના આંક ફરકના આંકડાઓ લખી લખાવી પૈસા વડે હારજીતનો જુગાર રમી રમાડે છે. જે બાતમી આધારે સદર બાતમીવાળી જગ્યાએ પંચો સાથે રેઇડ કરતા આરોપી (૧) નિતેશભાઇ ગંભીર ભાઇ વસાવા ઉં.વ.૨૫ રહે,દેડીયાપાડા,થાણાફળીયુ તા.દેડીયાપાડા જી.નર્મદા તથા (૨) રાયસિંગભાઇ કાલીયા ભાઇ વસાવા ઉં.વ.૪૩ રહે.બેસણા,નિશાળફળીયુ ના દેડીયાપાડા જી.નર્મદા તથા (૩) દશરથભાઇ સિગાભાઇ વસાવા ઉ.વ.૩૭ રહે.પાટવલી,પટેલફળીયુ તા.દેડીયાપાડા જી.નર્મદા તથા (૪) મુકેશભાઇ રાયસિંગભાઇ વસાવા ઉ.વ.૨૭ રહે. નાના સુકાઆંબા, મંદિરફળીયુ તા.દેડીયાપાડા જી.નર્મદા તથા (૫) રાજેશભાઇ દિવલીયાભાઇ વસાવા ઉ.વ.૩૩ રહે.કંકાલા, ઉપલુફળીયુ તા.દેડીયાપાડા જી.નર્મદા તથા (૬) વિક્રમભાઇ ભુટીયાભાઇ વસાવા ઉં.વ.૨૬ રહે.પીપલખુંટા તા.અક્લકુવા જી.નંદુરબાર(મહારાષ્ટ્ર)નાઓએ દેડીયાપાડા,હાટબજાર ચોકડી પાસે આવેલ કાચા ઝુંપડામાં વરલી મટકાના આંક ફરકના આંકડાઓ લખી લખાવી પૈસા વડે હારજીતનો જુગાર રમી રમાડી આંકડા લખેલ સ્લીપ બુક નંગ-૧ તથા એક બોલપેન તથા એક કાર્બન પેપરનો ટુક્કો જેની કિં.રૂ.૦૦/૦૦ ગણી તથા અંગ ઝડી રોકડા રૂ.૧૦,૪૩૦/- સાથે પકડાઇ જતા સદર આરોપીઓ વિરૂધ્ધમાં જુગાર ધારા કલમ-૧૨(અ) મુજબ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરેલ છે, જેની તપાસ પીએસઆઇ વસાવા કરી રહ્યા છે.

Exit mobile version