Site icon Gramin Today

દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં પાર્ક કરેલ વાહનોમાંથી રોકડ તથા કિમતી વસ્તુની ચોરી કરતી તમીલનાડુની “ત્રીચી” ગેંગ ઝડપી પાડતી સી-ડીવીઝન પોલીસ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનીતા રજવાડી 

દક્ષિણ ગુજરાતના અનેક ચોરીના ગુનાઓ નો ભેદ ઉકેલતી ભરૂચ પોલીસ:  અનેક જિલ્લાઓમાં પાર્ક કરેલ વાહનોમાંથી રોકડ રૂપીયા તથા કિમતી વસ્તુની ઉઠાંતરી કરતી તિરૂચેરાપલ્લી (ત્રીચી, તમીલનાડુ) ની ગેંગને ઝડપી પાડતી સી ડીવીઝન ભરૂચ પોલીસ:

ભરૂચ: તા-૧૬/૧૦/૨૦૨૦ ના રોજ આંનદ રેસ્ટોરન્ટ પાસે ફોર વ્હીલ ગાડી માંથી બેગમાં રાખેલ રોકડા રૂ ૮૦૦૦૦/- ની ચોરી થયેલાનો ગુનો ભરૂચ સી ડીવીઝન પોલીસ સ્ટેશન ગુ.ર.નં- ૧૧૧૯૯૦૦૧૨૦૦૯૯૮/૨૦૨૦ ઈપીકો કલમ-૩૭૯ થી નોંધાતા પોલીસ મહાનિરીક્ષક શ્રી હરીક્રુષ્ણ પટેલ વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓની મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવાની સુચના આપેલ હોય તથા મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા નાઓના માર્ગદર્શન હેઠળ તુરત જ આ બનાવ સ્થળની વિઝીટ કરવામાં આવી તથા ગુજરાત સરકાર શ્રીના નેત્રમ પ્રોજેકટ હેઠળ લગાવાયેલા C.C.TV કેમેરામાં તપાસ કરતા સમગ્ર બનાવમાં ચાર વ્યક્તીઓ બે મોટર સાઈકલ ઉપર આવી ફરીયાદીની કારમાંથી રોકડ ભરેલા બેગનુ ઉઠાંતરી કરતા જોવા મળેલ જેઓના બાઈકના RTO નંબર ની ડીટેલ્સ ઈગુજકોપના “પોકેટ કોપ” મા સર્ચ કરતા વાહન માલીકનુ નામ મળતા તેની તપાસ કરતા વાહન માલીકે આ વાહન થોડા દિવસ પહેલા તમીલનાડુના કોઇ માણસને વેચેલ હોય તેની તપાસ કરતા તમીલનાડુની “ત્રીચી” ગેંગ આ પ્રકારની ચોરીઓ ભરૂચ તથા અંક્લેશ્વર વિસ્તારમાં કરતી હોવાનુ ધ્યાન પર આવેલ જેની તપાસમા હતા તે દરમ્યાન આજરોજ હકીકત મળતા ઝાડેશ્વર ચોકડી ખાતેથી આ ગેંગના ચારસભ્યોને બે મોટર સાઈકલ તથા ચોરીના રોકડ રૂપીયા ૬૧૦૦૦/- સાથે પકડી પાડી તેઓની પૂછપરછ કરતા નીચે મુજબની ચોરીઓની કબુલાત આપેલ છે.
ચોરી કરેલાનુ કબુલાત
(૧) આજથી ત્રણ દિવસ પહેલા ભરૂચ દહેજ બાયપાસ રોડ ઉપર આવેલ આંનદ રેસ્ટોરંટ પાસે ફોર વ્હીલ ગાડી માથી બેગમા રાખેલ રોકડા રૂ ૮૦૦૦૦/- ની ચોરી કરેલ છે..
(૨) આજથી દસેક દિવસ પહેલા ઝાડેશ્વર ચોકડી પાસે પાર્ક કરેલી ફોર વ્હીલમાથી એક પર્સની ચોરી કરેલ હતી જેમાથી રોકડા રૂપીયા ૮૦૦૦/- તથા ડોક્યુમેંન્ટ મળેલ છે.
(૩) આજથી આશરે દોઢ મહીના પહેલા નવસારીમા દુકાનમાથી બેગની ચોરી કરેલી હતી જેમાં આશરે રૂ, ૮૦૦૦/-.અને એક મોબાઈલ ચોરી કરેલ છે.
(૪) આજથી આશરે બે મહીના પહેલા અંકલેશ્વર એ.પી.એમ.સી માર્કટમાથી એકફ્રુટની દુકાનના બહાર ટેબલ ઉપર રાખેલ પર્સની ચોરી કરેલી જેમાથી રોક્ડા રૂપીયા ૬૦૦૦૦/- મળેલ
(૫) આજથી આશરે બે મહીના પહેલા ભરૂચમા કસક સર્કલ પાસે આવેલ મેડીકલની દુકાનની બહાર રાખેલી ઓટો રીક્ષામાથી પર્સની ચોરી કરેલ હતી જે પર્સમા આશરે રૂ.૪૦૦૦૦/- જેટલા હતા.
(૬) આજથી આશરે દસ મહીના પહેલા સુરતમા કામરેજ ખાતે ચોકડી પાસે આવેલ ફુડ ઝોન નજીકથી એક ફોરવ્હીલ ગાડીમાથી પર્સની ચોરી કરેલી હતી જેમાં આશરે રૂ, ૫૦૦૦૦/- રૂપીયા જેટલા હતા.
(૭) આજથી આશરે દસેક મહીના પહેલા અંક્લેશ્વરમાં વાલીયા ચોકડી પાસે એક ઈકો સ્પોર્ટસ ગાડીમાંથી એક બેગની ચોરી કરેલ હતી જેમાથી રોકડા રૂપીયા ૧,૨૦,૦૦૦/- મળેલ હતા,

પકડાયેલ આરોપીઓ:
(૧) સુબ્રમણ્યમ સુગૈયાન ત્રીપદી જાતે- નાયડુ ઉ.વ-૫૫ ધંધો- છુટક મજુરી રહે-સમુહ વસાહત દરબાર હોટ્લ રોડ ખાતે સુખરામ ગુજરીરામ મોરીયાના મકાનમાં કીમ તા.-કીમ જી.સુરત,મુળ રહે- ૭૯ ઈલાઈટ કોલોની, ગલી નંબર -૦૪ ગાંધીનગર તા-તીરૂવરમબુર જી- તીરૂચેલાપલ્લી તમીલનાડુ
(૨) દિપકભાઈ નાગરાજ રાજુ જાતે- નાયડુ ઉ.વ-૧૯ હાલ રહે- રહે-સમુહ વસાહત દરબાર હોટ્લ રોડ ખાતે મકાનમાં કીમ તા.-કીમ જી.સુરત મૂળ રહે-વિજયવાડા રેલ્વે સ્ટેશન પાસે ઝુપડપટ્ટી તા- વિજયવાડા જી- ક્રીષ્ણા આંધ્રપ્રદેશ
(૩) રમેશભાઈ સુરેશભાઈ જાતે- નાયડુ ઉ.વ-૨૦ ધંધો- મજુરી કામ હાલ રહે- રહે-સમુહ વસાહત દરબાર હોટ્લ રોડ ખાતે મકાનમાં કીમ તા.-કીમ જી.સુરત  મૂળ રહે-વિજયવાડા રેલ્વે સ્ટેશન પાસે ઝુપડપટ્ટી તા- વિજયવાડા જી- ક્રીષ્ણા, આંધ્રપ્રદેશ

કામગીરી કરનાર અધિકારી /કર્મચારીના નામ-
પો.ઇન્સ ડી.પી.ઉનડકટ તથા પો.સબ.ઈંન્સ જી.બી.પટેલ અ.હે.કો પ્રભાતભાઇ અ.પો.કો.વિજયસિંહ, આ.પો.કો હરપાલસિહ, અ.પો.કો, વિજયભાઇ, અ.પો.કો સુનીલભાઈ આ.પો.કો. રાજદિપસિંહ, અ.પો.કો કિર્તીકુમાર, અ.પો.કો વિજયકુમાર, આ.પો.કો રાજેન્દ્રસિહ. અ.પો.કો.દિવાનસંગ અ.પો.કો મનોજ ભરૂચ સી ડીવી પો.સ્ટે નાઓ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે.

Exit mobile version